- ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી બુટલેગરને ઝડપી પાડ્યો
- પોલીસે ડ્રોન ઉડાવીને બુટલેગર સાથે દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે
- ઘટનામાં પોલીસે એકની કરી ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર
રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો સામે ગુજરાત પોલીસ ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહી છે. તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દાહોદ પોલીસે દેશી દારુની બનાવટ અને વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત દાહોદની ગરબાડા પોલીસે ડ્રોન ઉડાવીને બુટલેગર સાથે દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે.
દાહોદ જિલ્લામાં ગરબાડા પોલીસે પાંચવાડા ગામ ખાતે પોલીસે પાંચવાડાના અલગ અલગ ચાર ફળિયામાં ડ્રોન ઉડાવ્યું હતું. ત્યારે પોલીસે 15 લીટર દેશી દારૂ તેમજ 15 લીટર દેશી દારૂ બનાવવાનો આટો અને 12 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ પોલીસે ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખી બુટલેગરોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી દરમિયાન, દાહોદમાં પોલીસે દારૂ પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે, અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, 15 લીટર દેશી, 15 વિદેશી દારુની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપી ફરાર છે.
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી દારૂ ઝડપ્યો
દાહોદ પોલીસે દારૂ પકડવા હવે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને પોલીસ હાઈટેક બની છે. ત્યારે ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતી દેશી દારૂના અડ્ડા ઉપર કરી રેડ કરી હતી. આ ઉપરાંત પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરતા 15 લીટર દેશી દારૂ તેમજ 15 કરતા વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પોલીસને બાતમી મળી હતી એટલે પોલીસે પહેલા ડ્રોન ઉડાવ્યું અને ત્યારબાદ ડ્રોનના આધારે પોલીસ અંદરના રસ્તા સુધી પહોંચી હતી અને કામગીરી કરી હતી.