મતદાન દરમિયાન આ જિલ્લામાં થઇ મોટી બબાલ, EVMમાં તોડફોડ અને બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે દાહોદના ઝાલોદ તાલુકાના ધોડિયામાં મતદાન મથકના EVMમાં તોડફોડની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર ત્રણેક શખ્શોએ આવી હોબાળો મચાવ્યી EVMમાં તોડફોડ કરી બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વડા, રેન્જ આઈજી સહિતનો પોલીસ કાફલો મતદાન સ્થળ પર પહોંચ્યી મતદાન બંધ કરાયુ હતું.