Abtak Media Google News
  • આજે વિશ્ર્વ દૂધ દિવસ
  • કચ્છની ‘જીવાદોરી’ સરહદ ડેરીમાં રોજનું પાંચ લાખ લીટર દૂધનું એકત્રિત કરણ
  • કચ્છ પાસે રોજનું 18,000 લીટર ઉંટડીનું દુધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે
  • સરહદ ડેરીની સ્થાપના 2009 ના વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી અને સરહદ ડેરીના સ્થાપક ચેરમેન

વલમજીભાઈ આર. હુંબલ બન્યા જે અત્યાર સુધી સેવા આપી રહ્યા છે.

શરૂઆતમાં 17 દૂધ મંડળી પાસેથી દૈનિક 1500 લિટર દૂધ એકત્રીકરણ કરવામાં આવતું હતું જે અત્યારે 900 કરતાં પણ વધારે દૂધ મંડળીઓ પાસેથી દૈનિક 5 લાખ લિટર દૂધ દૈનિક એકત્રીકરણ કરવામાં આવે છે. શરૂઆતમાં સંઘ પાસે માત્ર રાપર ખાતે એક જ દૂધ શીત કેન્દ્ર હતું જે વધારીને અત્યારે 18 દૂધ શીત કેન્દ્ર કાર્યરત છે.

વર્ષ 2013 માં નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ 2017 માં ઊંટડીના દૂધનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. 2019 માં ભારતનો પ્રથમ ઉંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોન્દ ખાતે શરૂ કરવામાં આવ્યો.

આગળ વધતાં-રાપર, નખત્રાણા, રાજપર, કોટડા આથમણા, દયાપર ખાતે ઊંટડીના દૂધનું એકત્રીકરણ હાલ માં કરવામાં આવે છે. અત્યારે દૈનિક 5 હજાર લિટર દૂધ કલેક્શન કરવામાં આવે છે. ઊંટડીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન તથા વિટામિન “સી” હોય છે. તેથી તે બ્લડપ્રેસર, ટી.બી., કેન્સર, પેટના દર્દો વગેરે માટે ખૂબ જ ફાયદાકારક બને છે. તેથી ઊંટડીનું દૂધએ તેનો પોતાનો એક વર્ગ ઊભો કર્યો છે.

સરહદ ડેરી શરૂઆતમાં રોજનું 1000 થી 1500 લિટર દૂધ સંગ્રહ અને પ્રોસેસ કરે છે. ધીમે ધીમે માંગ તથા સંગ્રહના આધારે પ્રોસેસિંગ વધારવામાં આવશે. કચ્છ પાસે રોજનું 18,000 લિટર ઊંટડીનું દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે.

આ પહેલથી સરહદ ડેરી ઊંટ પાલકોને આર્થિક પ્રગતિ તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. ઊંટ પાલકો સમગ્ર કચ્છમાં ઊંટને પોષણ આપવા માટે ભ્રમણ કરતા હોય છે હોય છે. જેઓને સ્થાયી કરાશે અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં ડેરી મદદરૂપ થશે

દર વર્ષેનું ઉંટડીના દુધનું ઉત્પાદન

-જ્યારેથી ઉંટના દૂધનું ઉત્પાદન ડેરી દ્વારા શરુ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીના વર્ષ સુધીમાં દર વર્ષે કેટલું ઉંટનું દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે તેના વર્ષ પ્રમાણેના આંકડા

વર્ષ 2017-18 કેમલ મિલ્ક 9,268, રકમ 4,72,668

વર્ષ 2022-23 કેમલ મિલ્ક 15,51,386 ,રકમ 7,91,20,686

વર્ષ 2023-24 કેમલ મિલ્ક 17,39,964,રકમ 88,73,8,164

ઉંટના દૂધમાંથી કઇ વસ્તુઓ બનાવવામાં આવે છે અને કેટલું વેચાણ થાય છે. ક્યા રાજ્યો અને વિદેશમાં વેચાય છે તેની વિગત

કેમલમિલ્ક,કેમલ ફ્લેવેર્ડ મિલ્ક,કેમલ ચોકલેટ, કેમલ મિલ્ક પાવડર, કેમલ મિલ્ક આઇસક્રીમ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે અને સમગ્ર ભારત દેશ માં તથા વિદેશ માં વેચાય છે.

ઉંટના દૂધના વેચાણ સાથે કેટલા પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને વર્ષે સરેરાશ પશુપાલકોને તેનાથી કેટલી આવક થાય છે.

350 ઊંટ ઉછેરક પરિવારોમાંથી દરરોજ 5000 લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ થાય છે. જેમાંથી અમુલ બ્રાન્ડ હેઠળ 5 જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષે 9 કરોડ રૂ. ની આવક પશુપાલકોને થાય છે.

ઉંટના દૂધના ફાયદા

ઊંટડીના દૂધના ઔષધીય ગુણધર્મો જેમ કે ઊંટડીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન, વિટામિન “સી” હોવાથી તથા ઓછા ફેટના કારણે ઊંટડીના દૂધનું સેવન કરવાથી બ્લડપ્રેશર, ટી.બી, કેન્સર, પેટના દર્દો માટે ખુબજ ફાયદા કારક છે. ઊંટડીનું દૂધએ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે

ડેરીની શરૂઆત 1પ00 લીટર દુધથી કરવામાં આવી: ચેરમેન વલમજીભાઇ હુંબલ

આજે વિશ્ર્વ દુધ દિવસે અબતક સાથે અજારની સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ આર હુંબલએ વાતચીત કરતા જણાવ્યું હતું કે સરહદ ડેરીની સ્થાપના ર009 માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી શરુઆતમાં 17 દુધ મંડળી પાસેથી દૈનિક 1500 લીટર દુધ એકત્રીકરણ કરવામાં આવતું હતું. ર009 થી સતત સેવા આપી રહ્યો છું.

ઉંટના દૂધનો ભાવ, ફેટની વિગત

ઊંટડી ના દૂધ માં 2.5 % ફેટ અને 6.5% જગઋ હોય તેવા કિસ્સા માં 51 /- રૂપિયા પ્રતિ લિટર લેખે પશુપાલક ને ભાવ ચૂકવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.