- શહેરના કેટલાક વિસ્તારોમાં સિંહોનો રોજનો વસવાટ
- ગિરનાર બોર્ડરના ઇવનગર, મધુરમ, વાડલા ફાટક, કેટલ બ્રિડીંગ ફાર્મમાં સિંહોનો વસવાટ
- સિંહો લોકોને હેરાન પરેશાન નથી કરતા
- દિવસે વાડી વિસ્તારમાં સિંહો કરે છે આરામ
- સિંહો હમારા આંગણે આવે છે એ સારી બાબત છે: સ્થાનિકો
જુનાગઢ: ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર સિંહોનું નવું રહેઠાણ બની રહ્યું છે કારણ કે, ગિરનાર જંગલની બોર્ડરમાં ત્રણ વર્ષ પહેલા સિટી ગ્રુપ તરીકે સ્થાયી થયેલા એક સિંહણ અને તેના ત્રણ સિંહબાળ વસવાટ કરતા હતા. જે સિટી ગ્રુપના ત્રણેય સિંહબાળ હવે ડાલામથ્થા બન્યા છે. સ્વાભાવિક રીતે સિંહ મોટા થાય તેમ ખોરાક અને પાણી માટે તેનો કોરીડોર પણ વધે છે જેથી હવે ત્રણેય પાઠડાએ ગિરનાર બોર્ડરના ઇવનગર, મધુરમ, વાડલા ફાટક, કેટલ બ્રિડીંગ ફાર્મને પોતાનો વસવાટ બનાવી લીધો છે. છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિહો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે પરંતુ આજ દિવસ સુધી આ વિસ્તારમાં સિંહોએ લોકોને હેરાન પરેશાન કર્યા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે સિંહોએ હુમલો નથી કર્યો અને તે તેમનું કામ કરી ફરી અહીંથી જતા રહે છે સિંહો હમારા આંગણે આવે છે એ સારી બાબત છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં સિંહો દિવસે આરામ કરતા હોવાનું જણાવામાં આવ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢની ઓળખાણ સિંહો થી છે અને સિંહ જો જુનાગઢ શહેરમાં ન આવે તો નવાઈ કહેવાય. છેલ્લા 15 દિવસથી જુનાગઢ શહેરના રહેણાક વિસ્તારોમાં ત્રણ પાઠડા સાવજો એ પોતાનું રહેણાંક બનાવ્યું છે જ્યારે લોકોનું કહેવું છે સિંહ છે તો ફાયદો છે અમને કોઈ નુકસાન જ નથી.. આવો જોઈએ વિસ્તૃત અહેવાલ..
ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર હવે સિંહોનું નવું રહેઠાણ બની રહ્યું છે કારણ કે, ગિરનાર જંગલની બોર્ડરમાં ત્રણ વર્ષ પહેલા સિટી ગ્રુપ તરીકે સ્થાયી થયેલા એક સિંહણ અને તેના ત્રણ સિંહબાળ વસવાટ કરતા હતાજે સિટી ગ્રુપના ત્રણેય સિંહ હવે પાઠડા બન્યા છે..સ્વાભાવિક રીતે સિંહ મોટા થાય તેમ ખોરાક અને પાણી માટે તેનો કોરીડોર પણ વધે છે જેથી હવે ત્રણેય પાઠડાએ ગિરનાર બોર્ડરના ઇવનગર, મધુરમ, વાડલા ફાટક, કેટલ બ્રિડીંગ ફાર્મને પોતાનો કોરીડોર બનાવી લીધો છે.
દરરોજ છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિહો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે તો રાત્રિના મારણ પણ કરી મિજબાની માણી છે પરંતુ આજ દિવસ સુધી આ વિસ્તારમાં સિંહોએ લોકોને હેરાન નથી કર્યા સ્થાનિક લોકોનું કહેવું છે આ તો સિંહનો જ વિસ્તાર છે અને દરરોજ રાત્રે સિંહો અહીંથી પસાર થાય છે પરંતુ આજ દિવસ સુધી લોકો પર આ સિંહોએ હુમલો નથી કર્યો અને તે તેમનું કામ કરી ફરી અહીંથી જતા રહે છે સિંહો હમારા આંગણે આવે છે એ સારી બાબત છે..
મધુરમ અને વાડલા ફાટક વચ્ચેના વિસ્તારમાં અનેક વાડી વિસ્તાર આવેલો છે હજારો વીઘા ના ખેતરોમાં દિવસ દરમિયાન સિંહ આરામ ફરમાવે છે જ્યારે દિવસ દરમિયાન ખેડૂતોના પાકનું રક્ષણ કરતા હોય તેવું લાગી રહ્યું છે વાડી માલિકનું પણ કહેવું છે કે સિંહો છેલ્લા 15 દિવસથી અમારા ખેતરમાં આવે છે પરંતુ ક્યારે અમારા મજૂર ઉપર હુમલો કર્યો નથી કે તેને હેરાન નથી કર્યા આ સિંહોનો વિસ્તાર છે અને દરરોજ તે અહીંયા જ રહે છે.
ત્રણ સિંહની રાહત વિસ્તારમાં અવરજવરને લઈને અવરજવરને લઈને વન વિભાગના સી સી એફ એ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા એક માદા સિંહણએ આ ત્રણેય સિંહબાળને કેટલ બ્રિડીંગ ફાર્મ એટલે કૃષિ યુનિવર્સીટીની જગ્યામાં જન્મ આપ્યો હતો, ત્યારથી સિંહણ અને તેના ત્રણેય સિંહબાળ શહેરી વિસ્તારની બોર્ડર પર ફરતા હતા, જેથી તેનું નામ સિટી ગ્રુપ રાખવામાં આવ્યું હતું.હવે જયારે ત્રણેય સિંહો મોટા થયા છે, હાલ તેઓની ઉમર પાઠડા સમાન છે, ત્યારે સ્વાભાવિક છે, તેમને ખોરાક અને પાણીની તલાસ માટે જાતે પોતાનું કોરીડોર બનાવી રહ્યા છે.. હજુ સુધી તેમના દ્વારા કોઈ માનવ ઘર્ષણનો બનાવ બન્યો નથી. પરંતુ તેમ છતાં સિંહોના રક્ષણ અને માનવ વસાહતના રક્ષણ માટે માનવ ઘર્ષણ ના થાય તે હેતુથી વનવિભાગ એલર્ટ થયું છે.. વનવિભાગની ખાસ ટ્રેકર ટીમ રાઉન્ડ ક્લોક 24 કલાક કામ કરી રહી છે, જેની સતત તેમના પર નજર રહે છે.
આમ રહેણાક વિસ્તારોને હવે સિહોએ પોતાનું નવું રહેણાંક સ્થાન બનાવ્યું છે .. અત્રે ઉલ્લેખનીય છે કે સીટી ગ્રુપના આ ત્રણેય નર સિંહ છે.. આ ત્રણેય સિંહ માતા થી અલગ થઈ પોતાનું નવું રહેણાંક શોધી લીધું છે આગામી સમયમાં આ સિંહો અહીં જ વસવાટ કરશે તેવું લાગી રહ્યું છે.