Abtak Media Google News

દેશમાં ડિજિટલ આર્થિક વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે મોદી સરકારે અનેક અસરકારક પગલાં ભર્યા છે. જેના પરિણામે ઓનલાઈન ટ્રાન્જેક્શનની સંખ્યા ટોચે પહોંચી ચુકી છે. યુપીઆઈ, આરટીજીએસ, એનઇએફટી, આઈએમપીએસ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ ખુબજ વધ્યો છે.

ભારતીય ટપાલ ખાતા અને ભારત પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) એ નવી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ડાકપે DakPay શરૂ કરી છે. ડાકપે એપનું લોન્ચિંગ આજે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં થયું હતું. જેમાં આઇટી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ પણ હાજર હતા. લોકાર્પણ કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કોવિડ -19 સામેની લડત દરમિયાન ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

કઈ સુવિધા અપાશે DakPayમાં?

ડાકપે ફક્ત ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન નથી, પરંતુ તે સંબંધિત બેંક અને અન્ય પોસ્ટલ સેવાઓ પણ પ્રદાન કરશે. DakPay એપ્લિકેશનમાં ડિજિટલ પેમેન્ટ માટે ક્યુઆર કોડ્સ સ્કેન કરવાની સુવિધા પણ છે.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાકપે એપ્લિકેશનને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી, એપ્લિકેશનમાં નામ, મોબાઇલ નંબર અને પિન કોડ સાથે એક પ્રોફાઇલ બનાવવી પડશે. ત્યારબાદ તમે તમારા બેંક એકાઉન્ટને એપ્લિકેશન સાથે લિંક કરી શકો છો.

જો તમે ઇચ્છો તો તમે એક કરતા વધારે બેંકને પણ લિંક કરી શકો છો. યુપીઆઈ અથવા અન્ય કોઈપણ પ્રકારથી નાણાં ટ્રાન્સફર કરી શકશો. આ એપ્લિકેશનમાં પણ, તમારે UPI એપ્લિકેશન જેવો ચાર-અંકનો પિન બનાવવો પડશે. આ એપ્લિકેશન સાથે તમે કરિયાણાની દુકાનથી લઈને શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ ચુકવણી કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.