Abtak Media Google News

કોંગ્રેસની વિચારધારા અને વિકાસના દ્રષ્ટિકોણથી હું અભિભૂત થઇને કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું: જીગ્નેશ  મેવાણી

ઉનામાં 2016માં દલિત ખેત મજૂરો પર થયેલા અત્યાચાર ના વિડીયો વાયરલ થી સમગ્ર દેશમાં ઉભા થયેલા વિરોધ વંટોળ વચ્ચે જાહેરજીવનમાં ઉભરી આવ્યા બાદ વડગામ થી ધારાસભ્ય બનેલા જીગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાની જાહેરાત કરી હતી ,તેમણે જણાવ્યું કે હું રાહુલ ગાંધીને અનેક પ્રસંગોમાં મળ્યો છું હું તેમના પ્રત્યે સન્માન ધરાવું  છું અને કોંગ્રેસની વિચારધારા અને વિકાસના અભિગમથી અભિભૂત છું હું 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાત અને અન્ય રાજ્યમાંમાં વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીશ, જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પ્રવેશની જાહેરાત કરતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે આવતીકાલે 28મીએ દલિત નેતા જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.