Abtak Media Google News

૭૧ વર્ષથી ગ્રેટ બ્રિટન સત્તા પર હતું: ૧૯૩ માંથી ૧૮૩ મત મેળવી દલવીર ભંડારી ૯ વકર્ષ સુધી રહેશે મુખ્ય ન્યાયાધીશ

આંતરરાષ્ટ્રીય વડી અદાલતમાં ભારત ટોપ પર છે. કારણ કે હાલ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયધીશ તરીકે મૂળ ભારતના દલવીર ભંડારી ચૂંટાયા છે. દલવીર ભંડારીને ૧૯૩ માંથી ૧૮૩ મત મેળવ્યા હતા. છેલ્લા ૭૧ વર્ષથી આ પદ પર ગ્રેટ બ્રિટન રહ્યું હતું. જ્યાં હવે ભારતીય મૂળના દલવીર ભંડારી ચૂંટાયા છે.

આંતરરાષ્ટ્રીય અદાલત કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં છે, ત્યાં ન્યાયાધીશ તરીકે ભારત તરફથી ન્યાયાધીશ તરીકે દલવીર ભંડારી બિરાજમાન હતા અને છેલ્લા ૭૧ વર્ષથી ગ્રેટ બ્રિટનના જ મુખ્ય ન્યાયાધીશનું સર્વોચ્ચ પદ સંભાળતું હતું. હવે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે સાત દાયકા બાદ કોઈ ભારતીય બિરાજમાન બનશે. આઇસીજેની હાલમાં જ ચૂંટણી થઇ હતી અને તેમાં ૧૯૩ માંથી ૧૮૩ મત મેળવીને દલવીર ભંડારી મુખ્ય ન્યાયાધીશ તરીકે આરૂઢ બનશે. તેઓ આગામી ૯ વર્ષ સુધી આ પદ ભોગવશે.

International Court Of Justice

 

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની પ્રાથમિક ન્યાયિક શાખા છે. તેનું કાર્યાલય શાંતિ મહેલ, ધ હેગ, નેધરલેન્ડ્સમાં આવેલું છે. આ કોર્ટ દેશો વચ્ચેના કાનૂની વિવાદો સ્થિર કરવાની, યોગ્ય અધિકૃત આંતરરાષ્ટ્રીય શાખાઓ, એજન્સીઓ અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ થયેલા કાનૂની પ્રશ્નો પર સલાહ અને અભિપ્રાયો પૂરા પાડે છે.

દલવીર ભંડારી હાલમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના ન્યાયાધીશ છે. ભારતમાંથી, તેઓ ૨૭ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા. નવેમ્બર ૨૦૧૭માં, તેઓ બીજી ટર્મ માટે પણ આ પદ માટે ચૂંટાયા હતા. જસ્ટિસ દલવીર ભંડારી વર્ષ ૨૦૦૫ માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. દલવીર ભંડારી વકીલોની પ્રખ્યાત શ્રેણીમાંથી આવે છે.

તેમના પિતા મહાવીરચંદ ભંડારી અને દાદા બી.સી. ભંડારી, બંને રાજસ્થાન બારના સભ્ય હતા. તેમણે જોધપુર યુનિવર્સિટીમાંથી માનવતા અને કાયદામાં ડિગ્રી મેળવી અને ૧૯૬૮ થી ૧૯૭૦ સુધી રાજસ્થાન હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી. જૂન ૧૯૭૦ માં, તેમને શિકાગોમાં ભારતીય કાયદાના સંશોધન પર શિકાગો યુનિવર્સિટી દ્વારા આયોજિત છ સપ્તાહની વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને બાદમાં બીજી આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ માટે, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી માસ્ટર્સ ઓફ લોની ડિગ્રી મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.