Abtak Media Google News

રિપોર્ટર:હિતેષ રાવલ-સાબરકાંઠા : સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ થયેલી ઘઉંની ખરીદી કોરોના કેસ વધતા બંધ કરાઈ હતી. પરંતુ હાલ કોરોનાની ગતિ મંદ પડતાં સાબરકાંઠામાં 4 દિવસથી ફરી ખરીદી શરૂ થતા ખેડુતો ઘઉ વેચવા માટે આવી રહ્યા છે તો આજે ગોડાઉન ભરાઈ જતા જીલ્લા પુરવઠા અધિકારીએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.

એક તરફ વાયરસ તો બીજી તરફ વાવાઝોડું… આવા મહામારીના કપરા સમયમાં ખેડુતોના માથે મુશ્કેલીઓ વધી રહી છે. કોરોનાકાળ દરમિયાન ટેકાના ભાવે ખરીદી બંધ થતા ખેડુતોએ પકવેલ ઘઉનો પાક ઘર આગળ મુકી રાખ્યો હતો તે બગડતો હતો તો આ ઉપરાંત વરસાદી માહોલ અને વાવાઝોડાને લઈને કેટલોક પાક બગડી રહ્યો હતો પરંતુ ફરીથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે. તો આ ઉપરાંત ઓપન માર્કેટ કરતા પણ વધુ ભાવ મળતા ખેડુતો ટેકાના ભાવે ખરીદી કરી રહ્યા છે તો રાહ જોઈને પણ ખેડુતો હાલ તો પાક વેચી રહી રહ્યા છે તો સામે ખરીદીની ઝડપ વધુ રખાય તેવી માંગ કરાઈ છે.

Screenshot 2 30

સાબરકાંઠા જીલ્લાની વાત કરીએ તો ઈડરમાં 3750, ખેડબ્રમ્હામાં 1110, તલોદમાં 498, પ્રાંતિજ 734, પોશીના 2, વડાલી 1786, વિજયનગર 98 અને હિંમતનગરમાં1229 જેટલા રજીસ્ટેશન થયા હતા. જેમાં અંદાજે 40 ટકા જેટલી ખરીદી થઈ ગઈ છે તો અન્ય જગ્યાએ ખરીદી બાકી છે જેના કારણે ફરી ખરીદી શરૂ કરતા પહેલા 5 મેસેજ, પછી 10 અને આજથી 25 જેટલા મેસેજ કરવામાં આવ્યા હતા. ખેડુતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્રારા ખરીદી ઝડપી બને તે માટે મજુર વધુ બોલાવવા અને નવુ ગોડાઉન પણ નક્કિ કરાયુ છે.Screenshot 1 38

કોરોના મહામારી અને વરસાદી માહોલે હાલ તો ખેડુતોની હાલત કફોડી બનાવી છે અને જેના કારણે ખેડુતોનો પાક ન બગડે તે માટે ઝડપી વેચી રહ્યા છે ત્યાર ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.