Abtak Media Google News

જીજી હોસ્પિટલના પ્રો. ડો. ઇવા ચેટર્જી કોરોનાથી ફેફસાને નુકસાન અંગે કરે છે, સંશોધન

કોરોના થયા બાદ દર્દી સાજો થઇ જાય છે પણ તેના ફેફસાને કાયમી નુકશાન થાય છે. તેમાં મોટી ઉમરના કે બિમારી ધરાવતા લોકોને વધુ માઠી અસર થાય છે તેમ જી.જી. હોસ્પિટલમાં ઓપીડી કોવિડના નોડલ ઓફિસર અને પલમોનોલોજી એસોસીએટ પ્રો. ડો. ઇવા ચેટર્જીએ પોતાના સંશોધનમાં જણાવાયું છે.

Img 20210104 Wa0043

જી.જી.કોવિડ હોસ્પિટલમાં ઓપીડી કોવિડના નોડલ ઓફિસર  અને પલમોનોલોજી(ટીબી-ચેસ્ટ) વિભાગના એસોસીએટ પ્રો. ડો. ઈવા ચેટર્જી ફેફસાના ડોક્ટર છે. તેઓ ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે.તેઓ કહે છે કે કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે.કોરોના મટી ગયા બાદ, Rtpcr રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ કાયમ માટે ફેફસા ડેમેજ રહેવાની સંભાવના છે ખરી! મોટાભાગે તો કોરોનાના સામાન્ય દર્દીઓ બાર કે પંદર દિવસમાં સાજા થઈ જતા હોય છે. પરંતુ કોરોના જતો રહ્યો હોવા છત્તા કેટલાક દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય છે.

છાતી-ફેફસાના ડોક્ટરો આવા દર્દીઓની સારવાર ઓક્સિઝન થેરાપીથી કરતા હોય છે.જોકે આવું સાઈઠ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન કે ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લન્ગ ફાયબ્રાસીસ કહે છે. આવા દર્દી ગમે તેટલા વર્ષ જીવે તો પણ તેના ફેફસા ફરીથી પૂર્વરત કામ નથી જ કરી શકવાના. એવા ૩૦ ટકાથી પણ વધુ દર્દીઓ છે કે જેમને કોરોના જતો રહ્યો હોય છત્તા ફેફસા-હ્ર્દય સહિતની બીમારીઓની સારવાર માટે દિવસો જ નહીં મહિનાઓ સુધી સારવાર માટે વેન્ટિલેટર-ઓક્સિઝન ઉપર રાખવામાં આવે છે.

ડો.ઈવા ચેટર્જી કહે છે કે અત્યાર સુધીમાં ૫૦હજાર જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલના  ઓપીડીમાં આવી ચુક્યા છે. દર્દીની હિસ્ટરી મુજબ તેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ અને  Rtpcr ની તપાસ થાય છે. કેટલાક સામાન્ય દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ પણ આપવામાં આવે છે. કોવિડ સિવાયના ગભીર હોય તો તેમને આઇસીયુ સહિત સંબધિત વિભાગમાં મોકલવામાં આવે છે. કોવિડ ઓપીડી ચોવીસ કલાક ત્રણ પાળીમાં કાર્યરત હોય છે. સ્ટાફ પણ ત્રણ શિફ્ટમાં દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.