- આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ઉઠ્યા : કાંડી ચાંપનાર બે વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસમાં ગુનો
શહેરના રૈયા રોડ પર માનવસર્જિત આગનાં કારણે ઇલેક્ટ્રોનિક શો રૂમમાં રૂ. 10 લાખની નુકસાની સર્જયાનો બનાવ સામે આવ્યો છે. ખુલ્લા પ્લોટમાં ઘાસને બાળવા બે શખ્સોંએ આગ લગાડતા થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઇલેક્ટ્રોનિક શો રૂમમાં આગ લાગી જતાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભસ્મિભૂત થઇ ગયાં હતા. જયારે બારીનાં કાચ ફૂટી ગયાં હતા. મામલામાં વેપારીની ફરિયાદ પરથી આગ લગાડનાર બે શખ્સોં વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે.
શહેરના રૈયા રોડ પર સદગુરુ તીર્થંધામમાં રહેતા પ્રિયાશુભાઈ જયેશકુમાર શાહ (ઉ.વ.37) નામના વેપારીએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રૈયા રોડ પર શ્રી હરી એમ્પાયરમાં વર્ધમાન સેલ્સ નામે ઈલેક્ટ્રોનીક સામાનનો શો-રૂમ આવેલ છે. જે શો રૂમની અંદર બાર જેટલા ઓફીસ વર્કર તરીકે માણસો કામ કરે છે. શો-રૂમની ડાબી બાજુએ રોડની પાસે આલાપગ્રીન સીટીની બાજુનો ખુલ્લો પડતર મોટો પ્લોટ આવેલ છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે હું બપોરે અઢી વાગ્યે શો રૂમ ખાતે પહોંચ્યો હતો. આ સમયે મેં ઉપરના માળેથી જોયુ હતું કે, આલાપ ગ્રીનસીટીની બાજુનાં ખુલ્લા પડતર પ્લોટમાં ઘાસને સાફ કરવા અને બાળવાની કામગીરી બે માણસો કરતાં જોવામાં આવેલ હતાં. થોડીવરમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગનો એક તણખો અમારા દુકાનની બારીના ફ્લેક્સ બેનરને અડી જતાં આગના કારણે અમારા દુકાનનો રોડ સાઇડના કાચને અડી જતાં ત્યાં રહેલ એસીના ઘણા બધા પાર્ટ્સ પડેલા હોય જે પાર્ટ્સ બોક્સ સહીત સળગવા લાગેલ હતા. તેમજ બારીઓમાં રહેલા તમામ કાચ આગના કારણે તૂટી ગયેલા હતા. કાચ તૂટી જતાં આગ અંદરના ભાગે પ્રવેશી ગયેલ હોય જેથી અમારા સ્ટાફે ઓફીસમાં રહેલ ફાયએ એક્સ્ટીગ્યુસર સિસ્ટમથી તથા કોમ્પલેક્સમાં રહેલ પાણીની ફાયર સેફ્ટીની પાઈપ દ્વારા આગને કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરેલ હતાં. તેમ છતાં આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હોય જેથી આગ ઉપર કાબૂ નવી મેળવી શકાતાં દુકાનમાં રહેલ એક એસી તથા ચાર કોમ્પ્યુટર તથા ડીસપ્લેનું બોર્ડ તથા થોડુ ફર્નીચર સહિતનો સામાન સળગી ગયેલ હતો.
દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો. આગને લીધે મારા શો રૂમમાં અંદાજિત રૂ. 10 લાખની નુકસાની સર્જાઈ હતી. ઉપરાંત કોમ્પ્લેક્સનાં છઠા માળે વિશાલભાઇ કાનજીભાઇ ટાટમીયાની ઓફીસનાં આગનો તણખો લાગી જતાં જેનાં બાલકનીના તમામ કાચ તૂટી જતાં અંદર રહેલાં એન્જીનયર ભાવેશભાઈ વશરામભાઇ વઘેરાનાઓને આ કાચ પગના તળીયામાં વાગી જતાં ઈજા થયેલ હતી તેમજ આ દુકાનના માલીક વિશાલ ભાઈની દુકાન ઉપર રહેલ સોલાર પેનલમાં પણ આગ લાગી જતાં આ સોલાર પેનલમાં નુક્શાન થયેલ હતુ.
ઘટના બાદ ઘાસમાં આગ લગાડનાર બે શખ્સોંની દિપક પટેલ અને હસમુખ લાઠીયા તરીકે થઇ હતી. જેથી વેપારીએ આ બંને શખ્સોં વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.