Abtak Media Google News

૧રમી નવેમ્બર સુધીમાં પરિણામ જાહેર થશે

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવની સ્થાનીક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીની ઘોષણા કરવામાં આવી છે. ચુંટણી  આયોગ દ્વારા ત્રણ જિલ્લાની પંચાયત, ગ્રામ પંચાયત તથા દમણ  અને સેલવાસ નગરપાલિકાની ચુંટણીની તારીખ ૮ નવેમ્બર જાહેર કરવામાં આવી છે. ૧ર નવેમ્બર પહેલા ચુંટણીના હાર જીતનું પરિણામ જાહેર કરીદેવામાં આવશે.

ચુંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ૧૪ ઓકટોબરના સંઘ પ્રદેશના પ્રશાસક અને ચુંટણી આયોગ દ્વારા ચુંટણી વિષયક સુચનાની જાહેર કરવામાં આવશે. એ જ દિવસથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરુ થઇ જશે. ર૧ ઓકટોબર ૨૦૨૦ સુધી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકા માટે નામાંકન ભરી દેવામાં આવશે. રર ઓકટોબર નામાંકન પત્રોની તપાસ થશે. અને ર૪ ઓકટોબર સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેચી શકાશે. ૮ નવેમ્બરે ઉપરોકત દરેક સ્થાનીક સ્વરાજય સંસ્થાઓ માટે વોટ પ્રક્રિયા થશે. ચુંટણી પરિણામ અને અન્ય પ્રક્રિયા ૧ર નવેમ્બર સુધી સમાપ્ત કરી લેવામાં આવશે અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને કેન્દ્રીય ગ્રામ પઁચાયત સરપંચ અને સભ્યોનો ચુનાવ રાજનૈતિક પાર્ટીઓના ચિન્હ વગર થશે બે થી વધારે બાળકો ધરાવતા ઉમેદવારો ચુંટણી નહી લડી શકે. દમણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા આ વખતે ગ્રામ પંચાયત અને સભ્યોની ચુંટણી રાજનૈતિક દળના ચિન્હો વિના કરવાનો નિર્ણય લેવાયો છે. ચુંટણી આયોગ દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલ ચુંટણી ચિન્હોમાંથી ઉમેદવાર દ્વારા ચિન્હોને પસંદ કરવામાં આવશે. આ વખતે ચુંટણીમાં બે બાળકોના કાયદાને લાગુ કરી દેવાયો છે. જો કોઇ ઉમેદવારોના ર થી વધારે બાળકો હોય તો તેનું નામાંકન રદ કરી દેવામાં આવશે. આ તકે ભાજપના અઘ્યક્ષ સહિત દીપેશ ટાંડેલ પૂર્વ સાંસદ, નટુ પટેલ,  શહેર પ્રમુખ આશિક ઠકકર, યુવા મોરચા અઘ્યક્ષ અપ્પુ પટેલ સહીતના ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.