Abtak Media Google News

દામનગર પોલીસે લૂંટ ધાડ ના અનેકો ગુના કરી ચૂકેલ અતિ ખતરનાક ગુના કરતી ગેંગ ને ઝડપી પાડી વિવિધ પોલીસ સ્ટેશન માં અનેકો ગુના માં સંડોવાયેલ એક ડઝન કરતા વધુ ગુના ઓ ને અંજામ આપતી ખતરનાક ગેંગ અન્ય ક્યાં ગુના ઓ માં સંડોવાયેલ છે? ક્યાં પોલીસ સ્ટેશન માં ક્યાં ગુના ઓ તેમના પર નોંધાયેલ છે ? તેવા અનેકો સવાલ સાથે પૂછપરછ કરતી પોલીસ આ આરોપી ઓ ને કોર્ટ માં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી રહી છે.

ભાવનગર જિલ્લા ના ગારીયાધાર પોલીસ લાઠી દામનગર સહિત અનેકો લૂંટ ધાડ ચોરી ના ગુના માં અતિ ઘાતકી ગેંગ ના ત્રણ આરોપી ૧ મનોજ બચુ સાથળીયા  રે મોરબા તા ગારીયાધાર  ૨. રાજુ ધીરૂ વેગડ રહે પરવડી ૩ દુલા રામજી રાજકોટિયા રે મોરબા તા ગારીયાધાર અને બે આરોપી ફરાર કુલ પાંચ આરોપી એ તાજેતર માં દામનગર ના ધામેલ ખાતે પટેલ વૃદ્ધ દંપતી ને બાંધી લઈ ઇજા ઓ કરી રૂપિયા ૬૮૦૦૦ ની લૂંટ કરી હતી દામનગર પી એસ આઈ એન જી ગોસાઈ હેડ ક્રોસ પોપટલાલ પી એસ ભુજદાન ગઢવી અજિતદાન ગઢવી એસ એસ આઈ પી એમ કલાવડીયા પી સી  મારૂ મોહનભાઈ કટારા પરશુરામબાપુ ભરતદાન ગઢવી સહિત દામનગર પોલીસ સ્ટાફ દ્વારા ડેપ્યુટી સાહેબ મોણપરા અને એસ પી શ્રી જગદીશ પટેલ ની ચૂસના અનુસાર ધામેલ સહિત અનેકો વિસ્તારો માં લૂંટ ધાડ ચોરી ના અનેકો ગુના ઓ માં સામેલ ખતરનાક ગેંગ ને ઝડપી પાડી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.