Abtak Media Google News

ખેડૂતો હવે રોકડ વ્યવહારથી ખાતરની ખરીદી કરી શકશે. ડિજિટલ પેમેન્ટ હાલ પૂરતુ મોકૂફ રાખવામાં આવ્યુ છે. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કેન્દ્રના કેમિકલ મંત્રી મનસુખભાઇ માંડવીયાને ટેલીફોનીક રજૂઆત કરતા ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરની કેસલેસ ખરીદીમાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડતી હતી.

રાજ્યમાં તમામ રાસાયણિક ખાતરના ડેપોપર ખેડૂતોને હવે ખાતરની ખરીદી ડિઝિટિલ પેમેન્ટથી કરવાની થશે અને તેની કાર્યવાહી શરૂ કરવા ગુજકોમસોલ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડી જિલ્લા ને તાલુકા સહકારી સંઘને મોકલી દેવામાં આવ્યો હતો. જેથી ડેપો સંચાલક સહિત ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા કારણ કે બેંકના કાર્ડ દ્વારા ખરીદી કરવામાં ખેડૂતો અસમર્થ હોવાથી ભારે મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ હતી.

ત્યારે આ અંગે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરેને  કેન્દ્રના કેમિકલ મંત્રી મનસુખભાઈ માંડવીયાને ટેલિફોનીક કેન્દ્ર સરકારની ડીબીટી ચુકવણી ડીઝીટલ પેમેન્ટથી ખરીદી અટકાવવા પ્રબળ રજૂઆત કરતા મંત્રી મનસુખભાઇ ભાઈ દ્વારા હાલ મોકૂફ કરવાનો નિર્ણય કરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે કેન્દ્રના રાસાયણિક વિભાગ દ્વારા ખેડૂતો જેતે ખાતરના ડેપોમાંથી ખાતરની ખરીદી રોકડથી નહિ પણ ડિજિટીલ પેમેન્ટથી કરે તેવો એક આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તમામ ડેપો સંચાલકને કેસલેસ ડીજીટલ પેમેન્ટ સ્વીકારવા યુપીઆઇ કયુઆર સિસ્ટમ અપનાવવા જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી પણ આ રીતે ખેડૂતને ખાતર ખરીદી કરવામાંમાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે તેમ હોય ખેડૂતોને પોતાના બેન્ક એકાઉન્ટના સિક્યુરિટી પાસવર્ડ ને યાદ રાખવો તેમજ એટીએમ કાર્ડ સાથે રાખવું સહિતની ઘણી સમસ્યાઓ થતી હતી. આ રજૂઆતને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના ધ્યાનમાં મુકવામાં આવતા તેઓ દ્વારા હાલ પૂરતો આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે માટે ખેડૂત રોકડ વ્યવહારથીજ ખાતરની ખરીદી કરી શકશે. હાલતો ખાતરની ખરીદીની ડીજીટલ પેમેન્ટથી ખરીદી બંધ રહેતા ખેડૂતોમાં રહતની લાગણી પ્રસરી ગઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.