Abtak Media Google News

આઉટ સોર્સથી કામ કરાવાય છે પણ પગાર ખર્ચોના ચકરડાતો ચાલુ જ

દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ચાલતી ગેરીરીતિ અંગે લેખિત ફરિયાદ બાદ જિલ્લા કલેકટર અમરેલી દ્વારા પ્રાંત અધિકારી કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી.દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઉકરડા માં ફેરવાય સતત ગેરહાજર રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેવા ના કારણે રેઢી કચેરી સંપૂર્ણ નાશ પામી હોવા ની લેખિત ફરિયાદ માં વિશાળ કચેરી કમ્પાઉન્ડ ના સરકારી રહેણાંક વસવાટ નિયમ નો ભંગ મૂળકી સેવા નોકરી ની સામાન્ય શરતો 1971 વિરુદ્ધ ની વિગતે રજુઆત બાદ જિલ્લા કલેકટર શ્રી અમરેલી દ્વારા સબંધ કરતા તંત્ર ને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ નું સંચાલન ખાનગી કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલતો હોય તો વર્ષો થી એકજ જગ્યા એ વગર નોકરી એ પગાર મેળવતા કર્મચારી ઓની કામગીરી શુ? સરકારી રહેણાંક વસવાટ નિયમ થી ફાળવેલ ક્વાર્ટર ક્યાં ? આટલી વિશાળ કચેરી કમાઉન્ડ ક્યાં ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સ્ટોર ની જવાબદારી કોની ચોકીદાર પગી વોચમેન કોણ ? કાળુભાર પાણી પુરવઠા નો વહીવટ ખાનગી કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલતા હોય તો પાણી પુરવઠા બોર્ડ માં ઓપટેટર વાલમેન લાઈન મેન ની નોકરી અને ફરજ શુ ? આ અંગે તપાસનિશ અધિકારી ઓ મગ નું નામ મરી પાડશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.