દામનગર: લાઠીના પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યુનિયનની કારોબારી બેઠક યોજાઇ

કારોબારી અંગે અન્ય શહેરોમાંથી હોદેદારો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી

અબતક, નટવરલાલ ભાતીયાદામનગર

લાઠી પ્રાથમિક શાળા સંકુલ માં અમરેલી જિલ્લા મધ્યાન ભોજન યુનિયન આયોજિત ગુજરાત પી એમ પોષણ યુનિયન અને ગુજરાત મજદૂર સંઘ સંલગ્ન સંગઠન ની કારોબારી મળી ગુજરાત પી એમ પોષણ યોજના ની કારોબારી મીટીંગ નું રાજ્યસંધ ના હોદેદારો ના હસ્તે દીપપ્રાગટય કરી પ્રારંભ કરાયો લાઠી શહેરની પ્રાથમિક શાળા ખાતે ગુજરાત ભર માંથી પધારેલ યુનિયનના અગ્રણી ઓનું સ્થાનિક સંગઠન ના અગ્રણીઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું આ કારોબારી બેઠક માં નવનિયુક્ત પ્રમુખ મંત્રીઓની વરણી કરવામાં આવી જેમાં અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મુકેશભાઈ મેતલિયાની સર્વાનુમતે  નિમણુક કરવામાં આવી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માંથી પ્રમખ ઉપ પ્રમુખ  મંત્રીઓ હાજર રહ્યાં હતા ગુજરાત રાજ્યના મુખ્ય પ્રમુખ અને ભારતીય મજદુર સંઘ ના હોદેદરો હાજર રહ્યા હતાં ખૂબ મોટી સંખ્યા માં જિલ્લા ભર માંથી મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝર સહાયકઓની વિશાળ ઉપસ્થિતિ માં પી એમ પોષણ યોજના સંચાલકોની કારોબારી બેઠક માં વિસ્તૃત ચર્ચા માર્ગદર્શનો પડતર માંગણી ઓ અંગે પરામર્શ કરાયો આ તકે વિસ્તૃત માર્ગદર્શન આપતા રાજેન્દ્રસિંહ રાજ્ય સંધ પ્રમુખ મંત્રી હસુભાઈ જોશી સહિત ના અગ્રણી ઓ દ્વારા સર્વ ને અવગત કરાયા હતા નવનિયુક્ત હોદેદારો ને શુભેચ્છા સન્માન સાથે પધારેલ મહેમાનો નું સ્થાનિક હોદેદારો દ્વારા સન્માન કરાયું હતું

આ તકે પ્રમુખ કનકબેન સભાયા રીટાબેન યાદવ  મુકેશભાઈ મેતલીયા નમ્રતાબેન પંડયા મહિલા અધ્યક્ષ આંણદ જી પ્ર હંસાબેન હરીયાણી સુરેન્દ્રસિંહ સોલંકી  ઠાકોરભાઈ  ઉપ પ્રમુખ રાજ્ય સંધ પંચમહાલ જાકિરભાઈ શેખ જીતુભાઇ મહેતા સુરત છગનભાઇ મકવાણા ખજાનશી દાહોદ રાજ્યસંધ ભીખાભાઈ દાફડા બાબરા સીમાબેન ભટ્ટ વડોદરા ભાવનાબેન સોલંકી લાઠી કનુભાઈ દેસાઈ ભાવનગર બટુકભાઈ લાઠીયા લાઠી બાબુભાઇ પાડરીયા મહીસાગર વિનોદભાઈ જયપાલ દામનગર લીલીયા રઘુભા ઝાલા સુરેન્દ્રનગર પ્રેમજીભાઈ ગોહિલ લાઠી મણીભાઈ રાવત સંગઠન મંત્રી રાજ્ય સંધ ચંપૂભાઈ વાળા ધારી ધીરુભાઈ સરખેલીયા જૂનાગઢ જિલ્લા પ્રતિનિધિ કાળુભાઈ નિમ્બાર્ક રાજુભાઇ સોલંકી ગીર સોમનાથ જિલ્લા પ્રતિનિધિ ગભરુભાઈ બોરીચા ઈશ્વરભાઈ રોહિત નર્મદા જી પ્ર રામજીભાઈ જોગદીયા જાફરાબાદ ગફરભાઈ રાજકોટ અનિલભાઈ સેજુ સહિત અનેકો અગ્રણી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા