દામનગર: આર.સી.સી. રોડમાં લોખંડ નાખવાનું ભૂલાઇ જતાં વરસાદી પાણી ભરાવાથી હાલાકી

અબતક, નટવરલાલ ભાતીયા, દામનગર

દામનગર  શહેર ના સરદાર ચોક ફરતે તાજેતર માજ બનેલ આર સી સી રોડ માં લેવલ ખામી થી વરસાદી પાણી ભરાયા દામનગર ના હાર્દ સમા સરદાર ચોક ફરતે તાજેતર માં સાડા નવ લાખ ના ખર્ચે આર સી સી રોડ તો બનાવ્યો પણ લેવલ ભૂલી જતા ભરાયા વરસાદી પાણી નગરપાલિકા ના સ્ટેન્ડરો થી કામ કરતી એજન્સી ઓ ઉપર કોનું મોનિટરીગ છે ? વારંવાર ભૂલો કેમ? તાજેતરમાં નગરપાલિકા કચેરી પાછળ આર સી સી રોડ માં લોખંડ ભૂલી જતા પાલિકા સદસ્યો એ એક અઠવાડિયા માં એજન્સી પાસે રોડ તોડવી ફરી બનાવવા ગેરી માં પરીક્ષણ માટે નમૂના મોકલાવ્યા ની ઘટના બાદ ફરી સરદાર ચોક પાસે સર્કલ ફરતે બનેલ આર સી સી રોડ માં લેવલ ભૂલી જતા વરસાદી પાણી ભરાયા દુકાનદારો અને રાહદારી ઓને મુશ્કેલી દામનગર પાલિકા તંત્ર નું સ્ટેન્ડર કામ કરતી એજન્સી ઓ ઉપર કોઈ નિયંત્રણ છે કે કેમ? એજન્સી સાથે કરેલ એગ્રીમેન્ટ ની શરતો નો વારંવાર ઉલાળીયો કેમ? વર્ષ 15/16 ની વિવેકાધીન ગ્રાન્ટ માંથી પાંચ વર્ષે આર સી સી બન્યો તેમાં પણ આટલી મોટી બેદરકારી કેમ? સરદાર ચોક સર્કલ ફરતે બનેલ આર સી સી રોડ નું યોગ્ય લેવલ કરોની માંગ કરતા દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.