દામનગર: તંત્રની ભૂલ ભોગવતા ગરીબ લાભાર્થીને કાગળ પર પ્લોટ મળ્યો પણ પ્રત્યક્ષ કબ્જો કયારે?

પ્રધાનમંત્રી આવાસ યોજના  અંતર્ગત લે આઉટ પ્લાનની ભૂલનો ભોગ બનતા લાભાર્થીને ન્યાય આપવા માંગ

દામનગર એકબાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉદેશ થી કોઈ પરિવાર ધર ના ધર વગર ન રહે તેમાટે સરકાર યોજના માટે ઉત્સુક છે ત્યારે દામનગર માં શહેર માં ગરીબ પરિવારે ને ધર નું ધર ક્યારે મળશે ? પાલિકા અને રેવન્યુ  તંત્ર વચ્ચે સંકલન નો અભવ કે જવાબદારી ની ફેંકાફેંકી જે હોય તે દામનગર ગ્રામ પંચાયત થી રૂપાંતર થઈ શહેરી વિસ્તાર જાહેર થયા ને પંદર વર્ષ નો સમય થવા છતાં તાલુકા પંચાયત લાઠી ની લેન્ડ કમિટી  એ ફાળવેલ ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ નો સ્થળે પ્રત્યેક્ષ કબજો ક્યારે મળશે ? જે જમીન ઉપર મફત પ્લોટ ફાળવ્યો તે સર્વે નં ૩૩૪/૨૫૭  પ્લોટ નં ૪ તાલુકા વિકાસ અધિકારી લાઠી ના બિનખેતી લે આઉટ પ્લાન મેસુ /૨/મફત પ્લોટ વશી તા ૨૮/૧૨/૧૯૯૮ થી લાભાર્થી લીલાબેન કલ્યાણભાઈ જયપાલ ને પ્લોટ તો ફાળવ્યો પણ સ્થળે દબાણદૂર કરવા માં દામનગર ગ્રામ પંચાયત રૂપાંતર થઈ ને પાલિકા બની દસવર્ષ બાદ દબાણદૂર કરી સ્થળે મફત પ્લોટ કબ્જા ફાળવણી કરવા ઉપવાસ આંદોલન કરતા લાભાર્થી ઓની જીત થઈ અને સ્થળે કબજો મેળવી ગરીબ પરિવારો મકાન બનાવવા લાગ્યા પણ લીલાબેન જયપાલ નો પ્લોટ લે આઉટ પ્લાન માં છે સ્થળે નહિ અનેક વખત સ્થાનિક તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા કલેકટર સુધી રજુઆત કરાય પણ તંત્ર ની ભૂલ લાભાર્થી ને ભોગવવી પડી રહી છે સ્થળે પ્લોટ નહિ હોવા છતાં ટેબલ એરિયા માં પ્લોટ નં ૪ દર્શાવી ફાળવણી કરાય આ બાબતે લાભાર્થી ઉઘરાણી કરે તો તંત્ર મફત પ્લોટ ની શરતભંગ ગણી લાભ થી વંચિત કરી દેવા ની વાત કરે છે લાભાર્થી ને સ્થળે કબજો ક્યારેય પણ મળ્યો નથી તો બાંધકામ કરે ક્યાં ? લાઠી તાલુકા પંચાયત ના લે આઉટ પ્લાન ની ભૂલ છે આ લાભાર્થી ને ઘર નું ધર મળશે કે કેમ? કે પછી આવી તંત્ર ની ભૂલ લાભાર્થી ને ભોગવવા મજબૂર કરાશે છે ? મફત પ્લોટ મંજુર વાળી જગ્યા ઉપર વર્ષો સુધી બાદ ઉપવાસ આંદોલન પછી ખુલ્લું કરી પ્લોટ ફાળવણી કરાય ત્યારે આ લાભાર્થી નો પ્લોટ ગાયબ કેમ ?  દબાણદૂર કરી પ્લોટ ફાળવણી કબ્જા રસીદ તૈયારી કરતું તંત્ર સ્થળે આવે ત્યાં પ્લોટ ગાયબ સ્થળ ઉપલબ્ધ જ નથી લે આઉટ પ્લાન બનાવવા ટેબલ એરિયા ની ભૂલ લાભાર્થી ને ધરાર ભોગવવી પડી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા આ લાભાર્થી ને તાકીદે પ્લોટ ફાળવણી કરી ન્યાય આપવા માંગ કરાય છે આ ગરીબ પરિવાર ને મફત પ્લોટ નો પ્રત્યેક્ષ કબજો મળે તો પ્રધાનમંત્રી આવાસ યોજના થી લાભાન્વિત થઇને ઘરનું ઘર મળી શકે તેમ છે.