Abtak Media Google News

મતલબ માથાની મૃત ત્વચા. તેના કારણે ક્યારેક-ક્યારેક ખંજવાળ પણ થાય છે અને તે ઘણું જ શર્મજનક પણ હોય છે. સૌથી ખરાબ વાત તે છે કે, તેનો કોઈ ઈલાજ સરળ નથી, જો તમારા માથાની ત્વચા તૈલીય છે અને તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો ફોલો કરો આ ટ્રીક્સ.

  • કેટલાક એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂમાં લીંબુ હોય છે. લીંબુ ઘણું જ અસરકારક છે, જેથી માથાની ત્વચા પર લીંબુનો રસ લગાવો અને ઓછામાં ઓછુ ૧૫ મિનીટ સુધી લગાવેલો રહેવા દો. પછી શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો.
  • એલોવેરા જેલ માથાની ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને તેને તૈલીય પણ નથી બનાવતો. તેનાથી માથાની મૃત ત્વચા નીકળી જાય છે અને ત્વચા તૈલીય પણ થતી નથી. એલોવેરા જેલને ૨૦ મિનીટ લગાવીને રાખો અને ઓછી ધોઈ લો.
  • લીમડાનાં પાન અને પાણીને ભેળવીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને વાળમાં લગાવો. આ ઘણું જ અસરકારક છે કારણ કે, લીમડામાં એન્ટી-ફંગલ હોય છે તથા તે ડેન્ડ્રફને દૂર કરે છે.
  • એપલ સાઈડર વિનેગરમાં થોડું પાણી ભેળવીને તેને માથાની ત્વચામાં લગાવો. તેનાથી માથાની ત્વચાનું પીએચ લેવલ બેલેન્સ રહે છે અને ફ્લેક્સ નથી આવતા. ૧૫ મિનીટ બાદ વાળને ધોઈને કન્ડીશનર કરી દો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.