Abtak Media Google News

જેતપૂરની ભાદર નદી પરનો ઓવરબ્રીજ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હતો. ત્યારે સાંસદ રમેશભાઈ ધડુકે આ અંગે અંગત રસ લઈ ઓવરબ્રીજનું સમારકામ તાકિદે પૂર્ણ કરાવ્યું હતુ અને લોકોની સમસ્યાનો અંત આવ્યો હતો. ઓવરબ્રીજનું સમારકામ પૂર્ણ થતા ગઈકાલે બ્રીજ ખૂલ્લો મૂકાયો હતો.

Img 20201112 Wa0052

જેતપુર રાજકોટ હાઇવે પર ભાદર નદીનો ઓવરબ્રિજ છેલ્લા ચારથી સાડાચાર વર્ષ સુધી બિસ્માર હાલતમાં હોવાથી જેનું સમારકામ ધીમી ગતિ એ ચાલતું હતું જેથી વાહનચાલકો અને રાહદારીઓ ખુબજ પરેશાન હતા ત્યારે સાંસદ રમેશ ધડુકે આ સમસ્યા પ્રત્યે કાળજી રાખી તંત્ર સુધી અનેક રજૂઆતો બાદ આ બિસ્માર ઓવરબ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ કરાવી ગઈકાલે આ બ્રિજને સાંસદ રમેશ ધડુક અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ ખુલ્લો મુકતા ટ્રાંફિક ની સમસ્યાનો અંત આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મીડિયા દ્વારા અનેક વાર બિસ્માર ઓવરબ્રિજ મુદ્દે  મુહિમો ચલાવી હતી ત્યારે પોરબંદર વિસ્તારના  સાંસદ રમેશ ધડુકે આ બ્રિજનું સમારકામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અંતે  આ ડેમેજ ઓવેરબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં બ્રીજ ખુલ્લો મુકાયો હતો દિવાળીનો તહેવાર હોવાથી વાહનવ્યવહાર નો ટ્રાંફિક વધુ હોવાથી હવે ટ્રાંફિક ની સમસ્યાનું નિવારણ થયું હતું વધુમાં સંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે જેતપુરથી પોરબંદર સુધીના રોડ પર ક્યાંય પણ તૂટેલો રોડ કે ખાડાઓ હશે તો તાકીદે તેનું સમારકામ કરવામાં આવશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી ન થાય એ માટે હું સક્રિય રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.