Abtak Media Google News

શહેરના કુલ ૩૫ પોઝિટીવમાંથી ૨૫ જંગલેશ્ર્વર વિસ્તારના;વધતા જતા કેસોની

સંખ્યા થી રાજકોટને રેપિડ ટેસ્ટ કીટ ફાળવાઇ : હજુ પણ કેસોની સંખ્યા વધશે

ગુજરાતમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ આજ થી એક માસ પહેલા ૧૮મી માર્ચના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી મક્કાથી આવેલા યુવાનનો નોંધાયો હતો. એપ્રિલ માસની શરુયાતથી જ કોરોના જંગલેશ્વર વિસ્તારમાં બેકાબુ બન્યો છે. એક માસના સમયગાળામાં શહેરમાં કુલ ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે  માત્ર જંગલેશ્વરના ૨૫ લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા. એક માસના સમયગાળામાં જ કોરોનાએ રાફડો ફાટતા કોરોનાએ કાર્યકર્તા સહિત અનેક લોકોને સંક્રમણમાં સાંપડ્યા હતા. વધતા જતા કોરોના પોઝિટિવ કેસ સામે સેમ્પલના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં રેપીડ ટેસ્ટ ફાળવવામાં આવી છે.

શહેરમાં એક માસ પહેલા જ જંગલેશ્વરના યુવાન નદીમ મક્કાથી આવ્યા બાદ રાજ્યના કોરોના પોઝિટિવ દર્દી તરીકે જાહેર થતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું. ૩૦ દિવસમાં કોરોના વાયરસે પુરા જંગલેશ્વર વિસ્તારને બાન માં લીધું હતું. રહેવાસીઓ સાથે સેવા બજાવતા કાર્યકર્તાને પણ કોરોનાએ ઝપેટમાં લેતા આરોગ્યતંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગઈ કાલે મધરાતથી જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે.

જંગલેશ્વરમાં કોરોનાએ ૧૫ દિવસની માસુમ બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે પ્રથમ કેસથી માંડી અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશન ના કારણે કોરોનાગ્રસ્ત ની સંખ્યા ૨૫ થઈ ચૂકી છે. સાથે જંગલેશ્વર વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ નાજુક હોવાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના જણાઈ રહી છે.જંગલેશ્વર વિસ્તારના વધતા જતા કેસો સામે લડી લેવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલમાં અંદાજે ૩૦૦ જેટલી રેપીડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવતા હવે સેમ્પલ ના નમૂનાઓ ચકાસવાની ઝડપ પણ વધશે તેવું જાણવા મળી રહ્યું છે. સાથે જ્યોતિ સીએનસી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ૨૦ વેન્ટિલેટર મશીન ફાળવામાં આવશે.

૨૦ સ્વદેશી વેન્ટીલેટર ધમણ-૧ સિવિલને અર્પણ કરાશે

જયોતિ સીએનસી દ્વારા સ્વદેશી વેન્ટીલેટર ધમણ-૧ યુધ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે તૈયાર થયેલું પ્રથમ વેન્ટીલેટર જીલ્લા કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવ્યું હતુ. આ સાથે આજે ૨૦ વેન્ટીલેટર સિવિલને પણ અર્પણ કરવામાં આવનાર છે. સાથે ૧૦૦ જેટલા વેન્ટીલેટર રાજય સરકારને આપવામાં આવશે.

રેપિડ ટેસ્ટ કિટથી કોરોનાનું ઝડપી પરિક્ષણ રાજકોટ સિવિલ ૩૦૦ કિટ ફાળવાઇ

કોરોના વાપરસે ગુજરાતમાં ગતિ પકડતા તેને ક્ધટ્રોલ કરવા આરોગ્ય તંત્ર દ્વારા પોઝટિવિ દર્દીના સંક્રમણમાં આવેલા વ્યકિતના પરિક્ષણની સાયકલ ઝડપી બનાવવા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેપીડ ટેસ્ટની ૩૦૦ કીટ આવી છે. રેપીડ ટેસ્ટ ર્કોટ રેડઝોન અને કરફર્યુગ્રસ્ત જાહેર કરેલા રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં જ પહેલા ઉપયોગ કરવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિચર્સ દ્વારા રાજય સરકારને ૨૪ હજાર કીટ ફાળવી છે. જેમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલને ૩૦૦ કીટ ફાળવવામાં આવી છે તેમ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનીષ મહેતાએ જણાવ્યું છે.  રેપીડ ટેસ્ટ બ્લડ ટેસ્ટ કોરોના વાઇરસના ચેપને ઝડપથી પકડી પાડવાની ક્ષમતા છે.

જંગલેશ્વરનાં પોઝિટીવ કેસોના નામની યાદી

શહેરનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં એક મહિના પહેલા પ્રથમ કેસ પોઝીટીવ નોંધાયા બાદ સતત કેસોમાં વધારો જોવા મળ્યો છે. જંગલેશ્ર્વરમાં અગાઉ ૨૭ કેસો પોઝીટીવ નોંધાયા બાદ આજે મુન્નાબાપુ ઉર્ફે હબિબ મીયા બુખારીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વધુ ચાર વ્યકિતના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.જંગલેશ્ર્વરમાં અત્યાર સુધીમાં કુલ ૨૫ કેસો પોઝીટીવ નોંધાયા છે. જેમાં લેવા પટેલ સોસાયટી જંગલેશ્ર્વર મેઈનરોડ પર રહેતો નદીમ કાસમ સેવિગીયા, જંગલેશ્ર્વર શેરી ૨૭માં રહેતો અલ્તાફ અલ્લારખા પતાણી, આશીયાના કુરેશી, જીલબેન જમ્માભાઈ રીયાઝ, અલ્તાફ પતાણી, ઝરીના અલ્તાફ પતાણી, ઈમ્તિયાઝ ડાકોર, ઈમ્તીયાઝ પતાણી, સાહિલ જુસેફ દોઢિયા, ખેરૂનબેન હમીદભાઈ આહનકા, આસીફ ઉમરભાઈ પતાણી, બેબી )માતા: સીમાબેન આરીફભાઈ), સીમાબેન દિલાવરભાઈ, આસીફ યુનુસ પીલુડીયા, અલ્લારખા ઈબ્રાહીમ માધન, અફસાના નાસીર, ચુડાસમા ફિરોઝ, નસીમ દિલાવર, દિલદાર યુસુફ બ્લોચ તથશ આજે મુન્નાબાપુ ઉર્ફે હબીબમીયા બુખારી, જુબેદાબેન નુરમહમદ પટાણી, નુરમહમદ સુમરભાઈ પટણી, જુલુબેન ગનીભાઈ, પીપરવાડીયા ગની સુલેમાન સહિત વધુ પાંચ કેસો પોઝીટીવ આવ્યા છે.

જંગલેશ્વરમાં કોરોના પોઝિટીવના કેસ હજુ પણ વધવાની સંભાવના

લોકલ ટ્રાન્સમીશન અને પરિક્ષણમાં થયેલી ઝડપના કારણે કેસમાં ઉછાળો

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં એક માસ પૂર્વે રાજ્યનો પ્રથમ આવેલા કોરોના પોઝિટીવ કેસના આવેલા દર્દીના કારણે લોકલ ટ્રાન્સમીશનમાં ઉછાળો આવતા શહેરના ૩૫ પૈકી ૨૫ કોરોના પોઝિટીવ માત્ર જંગલેશ્ર્વર વિસ્તારના જ છે. કોરોનાના વધતા જતાં કેસને હિસાબે લોકલ ટ્રાન્સમીશનમાં વધારો થયો છે. આથી તંત્ર દ્વારા પોઝિટીવ દર્દીના સંક્રમણમાં આવેલા લોકોને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરાયા છે. જેઓના રિપોર્ટ પોઝિટીવ આવે તેવી શકયતા છે. જ્યારે બીજી તરફ રેપીડ ટેસ્ટ કીટ રાજકોટ શહેરને ફાળવવામાં આવતા જેના કારણે પરિક્ષણ ઝડપથી થતાં કોરોના પોઝિટીવ કેસનો વધારો નોંધાઈ તેમાં નવાઈ નહીં. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારે જંગલેશ્ર્વર વિસ્તારમાં અમુક લોકો દ્વારા લોકડાઉનનો ભંગ કરી અવર-જવર વધારે થતી હોવાથી શહેરના કોરોના પોઝિટીવ કેસો માટે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ લોકડાઉનનો ભંગ થતાં તંત્ર દ્વારા કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.