મોગલધામના દર્શન બનશે વધુ સરળ; રાજકોટથી ભગુડા જતી સ્પેશ્યલ ST બસનો પ્રારંભ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું અને માં મોગલનું ધામ ગણાતા એવા ભગુડાની મુલાકાત લેવી હવે વધુ સરળ બની જશે. જામનગર બાદ હવે રાજકોટમાં પણ સ્પેશ્યલ બસ સેવાની શરૂઆત થઈ છે.રાજકોટ- ભગુડા મોગલધામ ST એક્સપ્રેસ બસનો આજથી પ્રારંભ થયો છે.

આ એક્સપ્રેસ બસ રાજકોટથી બપોરે 2:15 કલાકે ઉપડશે. જે રાત્રી રોકાણ કરી સવારે 5:15 કલાકે પરત ફરશે. મોગલધામ એવા ભગુડાની મુસાફરી કરવી ભક્તો માટે વધુ સરળ બનશે.