દશામાં વ્રતનો કાલથી પ્રારંભ: દશાર્માંની મૂર્તીઓ નવા રંગરૂપ સાથે રાજકોટની બજારમાં

રૂ.100થી 3000 સુધીમાં જુદા-જુદા પાંચ સ્વરૂપોમાં બજારમાં ધૂમ

આવતીકાલે અષાઢ વદ અમાસને ગુરુવારના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. અમાસના રોજથી 10 દિવસ સુધી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે બહેનો આ વ્રતમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરી પુજન-અર્ચન કરે અને ઉપવાસ કે એકટાણા કરે છે અમાસના દિવસે દશામાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે. દશ દિવસ સુધી દશામાનું ખાસ પુજન અર્ચન કિર્તન અને આરાધના કરવામાં આવે છે.

અંત દસ દિવસ વ્રત બાદ દશામાં મૂર્તિને વિધિવત નદીમાં પધરાવવામાં આવે છે.આ વ્રતના દિવસ શ્રઘ્ધાળુઓ દશામા મૂર્તિને વાજતે ગાજતે ઘરે લાવે છે. આજના દિવસે દશામાની મૂર્તિ બજારમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. દશામાની મૂર્તિ રૂ. 100 થી લઇને 3000 સુધીની બજારમાં જોવા મળે છે. દશામા જુદા જુદા પાંચ સ્વરુપમાં માતાજીનો સાક્ષાત્મક કરવામાં આવ્યો છે. તેમજ બજારમાં રંગબેરંગી તૈયાર સાંઢળી મળે છે. આવી રીતે નાની મોટી અનેક પ્રકારની મુર્તિઓ બનાવી છીએ. શ્રાવણ સુદ એકમથી દશમ સુધી પરિણીત મહિલાઓ દ્વારા ભારે ભકિતભાવ સાથે દશામાર્ંનું વ્રત કરવામાં આવતું હોય છે.