Abtak Media Google News

આગામી 24 થી 30 મે સુધી વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા કથા શ્રવણ કરાવશે: સત્સંગ મંડળના આગેવાનો ‘અબતક’ બ્યુરો ચીફની મુલાકાતે

શહેરમાં આગામી તા.ર4 મેથી શ્રી દાસીજીવન સત્સંગ મંડળ તથા સંત સમાન સાંસદના સહયોગથી મોલા પટેલ નગર સામે ઢાંકનો માર્ગ પાસે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભકિત પર્વનું આયોજન કરવામાં આવેલ છે.

શહેરની બ્યુરો ચીફ ઓફીસની મુલાકાતે પધારેલા ‘અબતક’ દાસી જીવણ સત્સંગ મંડળ ના આગેવાનો આર.ડી.સી. બેંકના ડીરેકટર હરિભાઇ ઠુમર, શહેરના પ્રથમ નાગરીક મયુરભાઇ સુવા, જીલ્લા યુવા ભાજપના મહામંત્રી રવિભાઇ માકડીયા, શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઇ પાદરીયા પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, કડાવ પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા ભાવેશભાઇ સુવા, સોશ્યલ ગ્રુપના પ્રમુખ નીતીનભાઇ અધેરા, કારોબારી સમિતિના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, મનીષભાઇ કાલરીયા, રણુભા જાડેજા સહીતના આગેવાનો એ ભકિત પર્વની માહીતી આપતા જણાવેલ કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળથી શહેર-તાલુકાની જનતા  સતત માનસીક રીતે પિડાદાયક હતી આથી એક ભકિત માહોલ ઉભો થાય તેના માઘ્યમથી લોકોમાં નવી ભકિત ચેતના આવે તેવા ઉમદા હેતુથી પોરબંદર મત વિસ્તારના સંત પ્રેમી સમાન સાંસદ રમેશભાઇ ધડુકના સહયોગથી તેમજ શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ દ્વારા આગામી તા. ર4 મે થી 30 મે સુધી મોલા પટેલ નગરની સામે ઢાંકનો માર્ગ ઉપર વૃંદાવન ધામમાં શહેર-તાલુકા આસપાસના સમસ્ત સનાતન ધર્મ પ્રેમી સૃષ્ટ માટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભકિતપર્વનું આયોજન કરવામાં આવેલ છે.

આ કથામાં વ્યાસપીઠ ઉપર જીજ્ઞેશદાદા (રાધે-રાધે)  પોતાની શું મુધર વાણીમાં કથા શ્રવ, દર્શન અને આરતીનો લાભ આપશે કથામાં મુખ્ય મનોરથ પદે સ્વ. કરશનભાઇ દેવશીભાઇ માકડીયા પરિવાર નવનીતભાઇ તેમજ રવિભાઇ માકડીયા, માન બિલ્ડર્સ વાળા વિપુલભાઇ ઠેસીયા, પરિવાર સ્વ. કુળજીભાઇ ધરમશીભાઇ સુદાણી, હ. કાન્તીભાઇ સુદાણી પરિવાર, ગૌ.વા. વલ્લભભાઇ ખીમજીભાઇ ગજેરા હ. રમેશભાઇ ગજેરા પરિવાર તેમજ સહ મનોરથીઓ યજમાન પદે  રહેશે કથાનો સમય રાત્રે 8.30 થી 11.30 રહેશે. આ કથામાં ભકિત ભર્યા પાવન મહોત્સવોમાં તા. ર4  ને મંગળવાર બપોરે ત્રણ વાગે નવાપરા રામજી મંદિરે થી વિશાળ પોથીયાત્રા નીકળશે.

તે શહેરના રાજમાર્ગ ઉપરથી પસાર થઇ કથા સ્થળ વૃંદાવન ધામે પધરામણી કરશે આ કથામાં તા. ર6ને ગુરુવારે નૃસિંહ પ્રાગટય તા.ર7ને શુક્રવારે વામન અવતાર અને કૃષ્ણ જન્મ (નંદોત્સવ) તા. ર8ને શનિવારે ગોવર્ધન લીલા તા. ર9 ને રવિવાર રૂક્ષ્મણી વિવાહ અને તા.30 ને સોમવારે સુદામા ચરિત્રના પાવનકારી પ્રસંગો ઉજવાશે કથામાં આ ધાર્મી કાર્યમાં લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, આહિર સમાજ, બ્રહ્મસમાજ, લોહાણા સમાજ, રાજપુત સમાજ, દશા સોરઠીયા વણીક સમાજ, સિંધી સમાજ સ્થાનીક વાસી જૈન સમાજ, ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ, દરજી સમાજ, સોરઠીયા પ્રજાપતિ સમાજ, ધોબી સમાજ, સોરઠીયા વાણંદ સમાજ, મોચી સમાજ, વિશ્ર્વકર્મા સમાજ, વાલ્મીકી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ કોળી સમાજ, ગુર્જર પ્રજાપતિ સમાજ તેમજ શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓ સેવા સહયોગ માં રહેશે તો આ ભકિત ભર્યા પાવન મહોત્સવોમાં ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ ઉપલેટા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.