Abtak Media Google News

એચ.એન. શુક્લ કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી હોલ ખાતે આઈ.ટીના વિદ્યાર્થીઓ માટે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો: ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડો.પરાગ શુક્લ અને પ્રો.નિલેશ અડવાણીએ માગદર્શન પૂરું પાડ્યું

ડેટાનું એનાલીસીસ સરળતાથી કઇ રીતે કરવું તેમજ તેનાથી કેવા ફાયદા થાય તે માટે આત્મીય યુનિવર્સિટીના ડો.પરાગ શુક્લ અને મારવાડી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.નિલેશ અડવાણીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજકોટની ખ્યાતનામ  એચ.એન.શુક્લ કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી હોલ ખાતે આઈ.ટીના વિદ્યાર્થીઓ માટે નેશનલ કક્ષાનો સેમીનાર યોજાયો હતો જેમાં એચ.એન.શુક્લ કોલેજ સહિત રાજકોટની વિવિદ્ય કોલેજના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એચ.એન.શુક્લ કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો.સંજય વાઢર અને સેલ્ફ ફાયનાઇસ શાળા એસોસિએશનના પ્રમુખ ડો.અજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2019 08 03 12H27M06S410

એચ.એન. શુક્લ કોલેજના આઈ.ટી વિભાગના વડા ડો.કરિશ્મા રૂપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એચ.એન. શુક્લ કોલેજ દ્વારા અવારનવાર વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના યોજાયેલ સેમીનારમાં આઈ.ટી જગતની નવી ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને ઊંડાણ પુર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનાર બે સેશનમાં યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સેશનમાં આત્મીય યુનિવર્સિટીના ડો.પરાગ શુક્લ અને બીજા સેશનમાં મારવાડી યુનિવર્સિટીના ડો.નિલેશ અડવાણીએ વિદ્યાર્થીઓને ડેટા એનાલીસીસની વિગતો પુરી પાડી હતી.

Vlcsnap 2019 08 03 12H27M21S740

એચ.એન. શુક્લ ગ્રુપ ઓફ કોલેજના પ્રેસિડેન્ટ ડો.નેહલ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલ રૂપાણી તથા ટ્રસ્ટી ડો.સંજય વાઢરના માર્ગદર્શન

Vlcsnap 2019 08 03 12H27M26S825

હેઠળ આઈ .ટી વિભાગના હેડ ડો.કરિશ્મા રૂપાણી તથા પ્રોફેસર વિશાલ રાણપરા, જીગ્નેશ થાનકી, બ્રિજેશભાઈ, મયુર વ્યાસ, રસેશ રાહી, જીગર ભટ્ટ, સ્નેહલ પરમાર, મીતલ ગોસ્વામી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.