Abtak Media Google News

સોશીયલ મીડિયાને અંકુશમાં લાવવા માટે પાર્લામેન્ટરી કમિટીએ ભલામણ કરી.

સોશિયલ મીડિયા નું પ્રમાણ દિન-પ્રતિદિન સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે ત્યારે ભારતે પણ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી છે કે હવે સોશિયલ મીડિયામાં લોકોના જે ડેટા જોવા મળે છે તેને વધુ સુરક્ષિત કરી શકાય તે માટે ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પાર્લામેન્ટરી કમિટીએ સરકારને ભલામણ પણ કરી છે કે સોશિયલ મીડિયા કંપનીઓ ઉપર અંકુશ અને નિયંત્રણ લાવવું જોઈએ. સંસદમાં આ બિલ રજુ થતાની સાથે જ એ વાત ઉપર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી કે જે કોઈ ડેટા ચોરી કરશે તેની હવે ખેર નહીં રહે અને જે તે વ્યક્તિને 15 કરોડ સુધીનો દંડ ભરવો પડશે.

અથવા વૈશ્વિક ર્ટનઓવર ના ચાર ટકા સુધીનો દંડ ની જોગવાઇ કરવામાં આવે તે સ્થિતિ પણ ઉદ્ભવશે. વાત અને જે ભલામણ કરવામાં આવી છે તે જો કાયદાના સ્વરૂપમાં રૂપાંતરિત થશે તો સોશિયલ મીડિયા કંપની જેવી કે ફેસબુક ગુગલ એમેઝોન ને ઘણી માઠી અસર નો સામનો પણ કરવો પડશે. બીજી તરફ આ તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની ઓફિસ ભારતમાં સ્થાપિત કરવી પડશે અને લોકોના ડેટાને સુરક્ષિત રાખવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા પડશે જો આ કાર્ય કરવા કોઈ પણ કંપની ની ઉતરશે તો તેના ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.

હાલના તબક્કે લોકોના ડેટા જે રીતે સુરક્ષિત હોવા જોઈએ તે પોતા નથી જેનું મુખ્ય કારણ એ છે કે જે ડેટા સેન્ટ્રો ઊભા થયા છે તે ભારતમાં નહીં પરંતુ ભારત બહાર છે પરિણામે ભારત પર છે અંકુશ મેળવવો જોઈએ તે મેળવી શકાતો નથી અને લોકોના ડેટા સુરક્ષિત રાખવામાં અનેકવિધ પ્રકારે જોખમ પણ ઉદ્ભવી થતા હોય છે ત્યારે સંસદમાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે હવે ભારતના લોકોના ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને જે કંપની આ ઉલ્લંઘન કરશે તો તેને દંડ પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.