Abtak Media Google News

અબતક, રાજકોટ

1645601870463ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા “નેશનલ મિશન ઓન કલ્ચરલ મેપિંગ” લાગુ કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને દેશના કલાકારો, કલા સ્વરૂપો, સંસાધનો સહીત સાંસ્કૃતિક ધરોહરનુ રાષ્ટ્રીયકક્ષાએ મેપિંગ કરવામાં આવશે. આ પ્રકલ્પના અનુસંધાને પ્રત્યેક ગામડાઓની સાંસ્કૃતિક વિરાસતની સૂચિ બનાવવાના ઉદેશ્યથી મેરા ગાંવ મેરી ધરોહર નામનું સર્વેક્ષણ શરુ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતુંકે, રાજકોટ જિલ્લામાં ગામડેગામડે આ પ્રકારની સર્વેક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં ગામની ભૌગોલિક અને વસ્તી વિષયક પ્રોફાઈલ, ગામની કલા અને પરંપરાગત હસ્તકલા, ગામની સાંસ્કૃતિક રૂપરેખા, હેરિટેજ, મેળાઓ અને તહેવારો, કલા અન ેહસ્તકલાની પરંપરાઓ, પ્રખ્યાત હસ્તીઓ, ગામના અગ્રણી કલાકારો, કારીગરો, લેખકોની યાદીનો પણ સમાવેશ કરવામા આવશે.

1645601870474આ પ્રકારે વહેલામાં વહેલીતકે ગામના આગેવાનો, સામાજિક સંસ્થાઓના સહયોગથી તલાટી દ્વારા ડેટાબેઝ ફોર્મના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવશે તેમ કલેકટરએ વિશેષમાં જણાવ્યું હતું.

રાજકોટના ગામડાઓમાં રહેલી કલાકૃતિ અને અનેક ધરોહર હવે ઉજાગર કરવામાં આવશે. જેના દ્વારા નાના-નાના ગામડાઓની પણ હવે ઓળખ થશે. રાજકોટ જિલ્લામાં રહેલા ગામડાઓની અનોખી કૃતિને ઉજાગર પણ કરવામાં આવશે.

જેના માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જહેમત ઉઠાવીને અધિકારીઓ પાસે હર એક ધરોહરની માહિતી મંગવામાં આવી છે. ગામડાઓમાં રહેલી પ્રકૃતિઓ અને હેરિટેજ પ્લેસને હસે અલગ ઓળખાણ પણ આપવામાં આવશે. આ સાથે ગામડાઓના લોકોમાં રહેલી કલાઓને પણ એક ઓળખાણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.