કોરોનાની મહામારીમાં તારીખ પે તારીખ… ન્યાય મંદિરોના કપાટ બંધ હોવાથી સમાજ વ્યવસ્થા ખોરવાઈ

કોર્ટ બંધ રાખવાથી કેસનું ભારણ વધતા સમયસર ન્યાય ન મળવાથી લોકો વંચિત

લાંબા સમયના લોક ડાઉનના કારણે કાયદાશાસ્ત્રીઓ કંગાળ બનતા વકિલાતનો વ્યસાય છોડયો

રાજકોટની કોર્ટમાં પ્રથમ લોક ડાઉનમાં 70 હજાર કેસના ભારણ છતાં અદાલતોના દરવાજા બંધ થતા 1.38 લાખ કેસનો ભરાવો થયો

અબતક,રાજકોટ

કોરોના વાયરસને નાથવા માટે મધ્યમ વર્ગની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ સાથે બહાર પાડેલી ગાઇડ લાઇનને તમામ સ્તરે આવકારમાં આવ્યી છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનના કારણે રાજયભરના ન્યાય મંદિરોના કપાટ બંધ થઇ ગયા છે. જેના કારણે સમાજ વ્યવસાથા ખોળવાય ગઇ છે. વકીલો, સ્ટેમ્પ વેઇન્ડર, ટાઇપીસ અને વકીલોના કલાર્ક સહિતના અનેક પરિવારો કંગાળ બન્યા છે. વકીલાતનો વ્યસાય છોડી અન્ય ધંધા તરફ વળ્યા છે. સમયસર ન્યાય તોળવામાં ન આવે તો ન્યાય ન આપ્યા સમાન ગણવામાં આવે છે. સમગ્ર રાજયમાં તમામ કચેરીઓ અને બજારો સરકારની ગ્રાઇડ લાઇન મુજબ કાર્યરત છે ત્યારે માત્ર કોર્ટ કેમ નહી તેવો સવાલ ધારાશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ લોક ડાઉન સમયે લાંબો સમય સુધી કોર્ટ બંધ રહેવાના કારણે રાજકોટની જ કોર્ટના કેસ ધ્યાને લેવામાં આવે તો 70 હજાર કેસનું ભારણ વધ્યું હતુ. ત્યાં કોર્ટમાં ફરી લોક ડાઉન જાહેર કરવામાં આવતા અત્યારે 1.38 લાખ કેસ પર પહોચ્યો છે. સામાન્ય રીતે કોર્ટમાં ન્યાય મેળવવામાં લાંબો સમય થતો હોવાથી ન્યાય મેળવવા કોર્ટમાં આવેલી વ્યક્તિ માટે ધન, ધક્કા અને ધિરજ અનિવાર્ય બની ગયા છે. કોર્ટમાં કેસનું ભારણ હતુ ત્યાં વધારાના કેસ સુનાવણી વિના પેન્ડીગના થપ્પા લાગતા આટલા બધા કેસનું હીયરીંગ કયારે થશે અને ન્યાય કયારે કરવામાં આવશે તેવો સવાલ થઇ રહ્યો છે.કોર્ટ બંધ થવાના કારણે ન્યાયથી વંચિત રહેતા લોકો અને કોર્ટ આધારિત રોજી રોટી કમાતા વકીલો ઉપરાંતના પરિવાર કફોડી સ્થીતમાં મુકાયા છે. જેના કારણે સમાજ વ્યવસ્થા પર માઠી અસર થઇ રહી હોવાથી સમયસર કોર્ટ શરૂ કરવા માટે રાજયભરના વકીલો દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટીશને રજૂઆત કરી ર્હ્યા છે.

રાજયમાં કચેરી અને બજાર ધમધમે છે ત્યારે કોર્ટ કેમ બંધ: દિલીપભાઇ પટેલ

કોરોના મહામારીની ત્રીજી લહેરમાં કેસ વધતા હાઇકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતો એકાએક બંધ કરવાના આદેશના પગલે ન્યાય મેળવવો મુશ્કેલ બન્યો હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઇ પટેલે કહી રાજયની તમામ કચેરી અને બજારો ધમધમે છે ત્યારે કોર્ટ જ કેમ બંધ રાખવામાં આવી છે. સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ કચેરીઓ ચાલે છે તે રીતે કોર્ટ પણ ચાલુ રહેવી જોઇએ જેના કારણે કેસનો ભરવો ઘટે અને લોકોને સમયસર ન્યાય મળી રહે તેમ હોવાનું જણાવ્યું છે. કોર્ટમાં વ્યુર્ચલ કામગીરી થઇ રહી છે જેનો કોઇ અર્થ રહેતો નથી જેના કારણે વકીલો બીચાર, લાચાર અને નિસહાય બની ગયા છે.

 

ન્યાયિક પ્રક્રિયાને સ્થગિત ન કરી શકાય: અંશ ભારદ્રાજ

ન્યાયિક પ્રક્રિયા એ કાયદા વ્યવસ્થાનો એક અભિન્ન અંગ છે. જેમ શહેરમાં ક્રાઇમ ન થાય એના માટે પોલીસને રજા ન આપી શકાય તેવી જ રીતે ક્રાઇમ ને કંટ્રોલ કરવા માટે ન્યાયિક પ્રક્રિયાને સ્થગિત ન કરી શકાય તથા તેની સાથે સંકળાયેલ જવાબદાર વ્યક્તિઓ એટલે કે ન્યાયધીશો તથા વકીલો ને પણ રજા ન આપી શકાય.

કોરોનાના પ્રથમ લહેર તથા દ્વિતીય લહેર આવી ત્યારે દેશભરમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું તેના અંતર્ગત બે વખત ચીફ જસ્ટિસ સાહેબ દ્વારા કોર્ટો બંધ કરવામાં આવી. જેમ સરકારે લોક્ડાઉન સમાપ્ત કર્યું તેમ કોર્ટો ખુલી. તે સમજાઈ. પરંતુ હાલ જે ચીફ જસ્ટિસ  કોર્ટો બંધ કરવાનો હુકમ કર્યો છે તે કોઈ જ સરકારી ગાઈડલાઈનના આધારે નથી. કોર્ટો બંધ કરવાનો નિર્ણય તે સરકારની ઈચ્છાને આધીન હોવું જોઈ ન કે ચીફ જસ્ટિસ . કલેકટર નિર્ણય ન લઈ શકે કે આજે તેની ઓફીસ બંધ રાખવી છે કે કેમ અથવા મુનીસિપલ કમિશનર નક્કી ન કરી શકે કે કોર્પોરેશન બંધ રાખવી છે કે કેમ, તે નિર્ણય લેવાની સત્તા ફક્ત સરકાર પાસે છે. તેમ જ ન્યાયમંદિર બંધ રાખવું કે કેમ તે નિર્ણય કરવાની સત્તા ફક્ત સરકાર પાસે જ હોવી જોઈએ.આ ફક્ત વકીલોનો પ્રશ્ન નથી, આ સર્વ સમાજનો પ્રશ્ન છે.

જસ્ટીશ ડીલાઇડ, જસ્ટીશ ડીનાઇડ: રૂપરાજસિંહ પરમાર

કોરોના મહામારીના કારણે બંધ થયેલી ન્યાય પ્રણાલીના કારણે માત્ર વકીલો જ નહી તેની સાથે જોડાયેલા કલાર્ક, ટાઇપીસ, નોટરી, સ્ટેમ્પ વેઇન્ડર સહિતના અનેક બેરોજગાર બન્યા છે. પ્રથમ લોક ડાઉનમાંથી તમામ બહાર આવ્યા છે ત્યાં ફરી લોક ડાઉન આવતા કફોડી સ્થિતી સર્જાય છે. કોર્ટ કાર્યવાહી આગળ ધપાવવા માટે માત્ર પક્ષકારોને જ બોલાવી ટોકન સિસ્ટમ ગોઠવવામાં આવે તો પણ કોર્ટમાં બીન જરૂરી ભીડ અટકાવી સુનાવણી થઇ શકે તેમ હોવાનું સિનિયર એડવોકેટ રૂપરાજસિંહ પરમારે જણાવી મોડો ન્યાય મળવો તે ન ન્યાય મળવા સમાન ગણાવ્યું છે. સમયસર કોર્ટ કાર્યવાહી શરૂ નહી થાય તો આગામી સમયમાં વધુ સ્થીતી બગડે તેમ હોવાની દહેશત વ્યક્ત કરી છે.

 

કોર્ટને વારંવાર નિષ્કીય કરવાથી ન્યાય પ્રણાલી  ખોરવાઈ: શ્યામલ સોનપાલ

હાલના  કોવિડ માં મહામારીના ત્રીજા વેવમાં નામદાર હાઇકોર્ટે સમગ્ર રાજ્યની તમામ કોર્ટ ફિઝિકલ બંધ કરી દેવામાં આવી છે એ સંદર્ભે રાજકોટના સિનિયર એડવોકેટ શ્યાનાલભાઈ સોનપાલ એ તેમના અભિપ્રાયમાં જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ જણાવ્યાં મુજબ કોરોના સામે નો જંગ ખુબ જ લાંબો ચાલવાનો છે. એવા સંજોગોમાં અવાર નવાર કોર્ટ કાર્યવાહીઓ ફિઝિકલ બંધ કરી દેવી એ નિરાકરણ નથી.  કોઇ પણ કેસમાં કોર્ટ કાર્યવાહીમાં મુખ્યત્વે પુરાવા ના તબ્બકે પક્ષકારોની હાજરી આવશ્યક હોઈ છે. પરંતુ હાલમાં દરેક કોર્ટમાં હજારો કેસો અલગ અલગ તબક્કાની દલીલો માટે પેન્ડિંગ છે. ત્યારે સાવચેતી ના ભાગરૂપે પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ આપ્યા સિવાય વકીલોને કોર્ટમાં પ્રવેશ આપી જે કેસો દલીલો માટે પેંડિંગ છે તે કેસો ફિઝિકલી આગળ ચલાવવા જોઈએ. જેથી કેસોનું ભારણ ઓછું કરી શકાય. ગુજરાત કરતા અનેક ગણા વધારે કોરોનાનાં કેસો મહારાષ્ટ્રમાં હોવા છતાં ત્યાંની કોર્ટો રાબેતા મુજબ ચાલુ છે. ન્યાય વ્યવસ્થાને આવી રીતે વારંવાર નિષ્ક્રિય કરી દેવાથી દેશને ખુબ મોટું નુકશાન થઈ રહ્યું છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કબુલ્યું હતું કે ફીઝીકલ કોર્ટ શરુ ન હોવાથી ગંભીર ગુનાની કાર્યવાહી થઇ શકતી નથી.