Abtak Media Google News

યુ.પી., મહારાષ્ટ્ર, બંગાળ અને બિહારમાં પેન્ડિંગ કેસોની સંખ્યા સૌથી વધુ!!

ભારતીય અદાલતોમાં કેસો લાંબા સમયથી પેન્ડિંગ હોય છે તેવું સૌ કોઈ જાણે છે પરંતુ એક ચોંકાવનારી વિગત અનુસાર દેશભરની નીચલી અને જિલ્લા અદાલતોમાં એક લાખથી વધુ કેસ આશરે 30 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ છે. આ પ્રકારના પેન્ડિંગ કેસોમાં પણ  ફક્ત ચાર રાજ્યોનો હિસ્સો જ 90% કે તેથી વધુ છે

30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોય તેવા કેસોમાં સૌથી મોખરે ઉત્તર પ્રદેશ છે કે જ્યાં 41,210 જેટલા કેસ 30 વર્ષથી પેન્ડિંગ છે. બીજા ક્રમે 23,483 કેશો સાથે મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળમાં 14,345 અને બિહારમાં 11,713 જેટલા કેસ 30 વર્ષથી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ફક્ત આ ચાર રાજ્યોમાં જ 91,000 જેટલા કેસો 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો આ પ્રકારના કેસની પેન્ડન્સી ખૂબ ઓછી છે. ઉપરોક્ત ચાર રાજ્યો ભૌગોલિક દ્રષ્ટિએ મોટા છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ અવલોકન કરવામાં આવે તો દેશભરની વસ્તી પૈકી ફક્ત 42% વસ્તી આ ચાર રાજ્યોમાં છે જેની સામે 91% થી વધુ પેન્ડિંગ કેસ આ ચાર રાજ્યોમાં હોય તેવું સામે આવ્યું છે.

30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોય તેવા 4248 કેસ ઓરિસ્સા ધરાવે છે, ગુજરાતમાં 2826 કેસ છે કે જે 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. ખૂબ જ નોંધનીય બાબત છે કે ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, લદ્દાખ, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં ત્રણ દાયકાથી વધુ સમયથી પેન્ડન્સી ધરાવતા કોઈ કેસ જ નથી. જ્યારે હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આવા કેસોની સંખ્યા 10 કરતા ઓછી છે.

મોટા રાજ્યોમાં હરિયાણામાં આવા માત્ર 14 કેસ સાથે સૌથી ઓછી સંખ્યા છે. મેઘાલય, આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ, છત્તીસગઢ, આસામ, મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં આંકડો 100થી નીચે છે. બાકીના રાજ્યોમાં આ પ્રકારના કેસોની સંખ્યા 100-1000 વચ્ચે છે.

ઉપરાંત દેશભરમાં લગભગ 5 લાખ કેસ 20-30 વર્ષથી પેન્ડિંગ છે અને અન્ય 28.7 લાખ કે જે 10-20 વર્ષથી પેન્ડિંગ છે. એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 34.6 લાખ સુધી લઈ જાય છે, તેવું નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાંથી સંકલિત ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે.

વિશ્લેષણ દર્શાવે છે કે સિક્કિમમાં 99.6% પેન્ડિંગ કેસો પાંચ વર્ષથી ઓછા જૂના છે. જયારે મોટા રાજ્યોમાં પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 90% થી વધુ કેસ 5 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. આ પ્રમાણ દિલ્હી, તેલંગાણા, આસામ, એમપી, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાત માટે 80% થી 90% ની વચ્ચે છે.  યુપી, ઓડિશા અને બિહારમાં પાંચ વર્ષથી ઓછા સમયના કેસોનો હિસ્સો 60% થી 70% ની વચ્ચે છે અને પશ્ચિમ બંગાળમાં 60% થી થોડો ઓછો છે.

આશરે 35 લાખ કેસો એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ!!

દેશભરમાં લગભગ 5 લાખ કેસ 20-30 વર્ષથી પેન્ડિંગ છે અને અન્ય 28.7 લાખ કે જે 10-20 વર્ષથી પેન્ડિંગ છે. એક દાયકાથી વધુ સમયથી પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 34.6 લાખ સુધી લઈ જાય છે, તેવું નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાંથી સંકલિત ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે.

દેશના કુલ પેન્ડિંગ કેસોમાં ફક્ત ચાર રાજ્યોનો 91% હિસ્સો!!

30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હોય તેવા કેસોમાં સૌથી મોખરે ઉત્તર પ્રદેશ છે કે જ્યાં 41,210 જેટલા કેસ 30 વર્ષથી પેન્ડિંગ છે. બીજા ક્રમે 23,483 કેશો સાથે મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળમાં 14,345 અને બિહારમાં 11,713 જેટલા કેસ 30 વર્ષથી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ફક્ત આ ચાર રાજ્યોમાં જ 91,000 જેટલા કેસો 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો આ પ્રકારના કેસની પેન્ડન્સી ખૂબ ઓછી છે. ઉપરોક્ત ચાર રાજ્યો ભૌગોલિક દ્રષ્ટિએ મોટા છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ અવલોકન કરવામાં આવે તો દેશભરની વસ્તી પૈકી ફક્ત 42% વસ્તી આ ચાર રાજ્યોમાં છે જેની સામે 91% થી વધુ પેન્ડિંગ કેસ આ ચાર રાજ્યોમાં હોય તેવું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.