Abtak Media Google News

મોરબીના જેતપર ગામે એક શખ્સે પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું છે કે ગઈકાલે બપોરના સુમારે તે ઘરે એકલી હતી અને ઘરમાં સુતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈને આરોપી લાલજી ધનજી આંબલીયા કોળી ઉ.વ. ૨૫ તેના ઘરમાં ઘુસી ગયો હતો

બાદમાં આરોપીએ બળજબરીપૂર્વક પરિણીતાને પકડીને મકાનની ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.