Abtak Media Google News

ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને સબંધ ટૂંકાવી લેવાનું કહેતા એસિડ ગટગટાવ્યું

શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પુત્રીને વીધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ ટૂંકાવી લેવા માટે માતાએ ઠપકો આપતાં માઠું લાગી આવતા યુવતીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ ઉપર આવેલા શિવમ પાર્કમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 25 વર્ષની યુવતી ગઈકાલે સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેથી યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મેથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી મૂળ વિસાવદરની વતની છે અને છેલ્લા સાત વર્ષથી શિવમ પાર્કમાં રહી રૈયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેની સાથે નોકરી કરતા વીધર્મી યુવક સાથે તેણીને આંખ મળી જતા બંને વચ્ચે સંબંધ પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ અંગે યુવતીની માતાએ વીધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહેતા યુવતીને માઠું લાગી આવતા એસિડ પી આપઘાતનો પ્રવાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.