Abtak Media Google News

વિજ્ઞાનચક્ર: પરાકાષ્ઠાથી શૂન્ય વચ્ચેની નિરંતર ગતિ 

(આજથી 500 વર્ષ પહેલા દ વિન્શીએ શરીરની રચનાને પોતાના ચિત્રોમાં આલેખિત કરી હતી!)

તાજેતર માં જ નાસા ના ઇંજેનુઇટી હેલીકોપ્ટર વિશે એક એવો ફોટો વાઇરલ થયો જેમાં તેની ડિઝાઇન લિયોનાર્ડો દે વિન્શી ના 500 વર્ષ જૂના ચિત્ર સાથે સરખાવવા માં આવી હતી. જો ધ્યાન માં ન આવ્યું હોય તો ગૂગલ પર દ વિન્શી હેલીકોપ્ટર સર્ચ કરતાં એક વર્તુળાકાર જેવી ઢબે ડિઝાઇન થયેલ પાંખો વાળું હેલીકોપ્ટર દેખાશે. હવે જો આ જ ફોટો ને નાસા ના ઇંજેનુઇટી હેલીકોપ્ટર ના ફોટો ની બાજુ માં રાખીએ તો તદ્દન સામ્યતા દેખાશે. તો શું નાસા નું મંગળ પર મોકલવામાં આવેલ હેલીકોપ્ટર દ વિન્શી ના 500 વર્ષ જૂના હેલીકોપ્ટર સ્કેચ થી પ્રેરિત છે?

નાસા દ્વારા આ બાબતે કોઈ આધિકારિક ઘોષણા થઈ નથી. પરંતુ આ નિરીક્ષણ વિજ્ઞાન ના એક વિશિષ્ટ ચક્ર તરફ આંખ પરોવે છે. એક એવું ચક્ર જે વિજ્ઞાન ના વિકાસ ની શરૂઆત અને પરાકાષ્ઠા વચ્ચે સતત ફર્યા કરે છે. સંખ્યાબંધ વખત આપણે આપણાં ઇતિહાસ માં વિજ્ઞાન ના વિકાસ વિશે ની વાતો સાંભળી પણ છે અને તેના પર ચર્ચાઓ પણ થાય છે. ઉપર દર્શાવેલ દ્રષ્ટાંત તો ફક્ત 500 વર્ષ જૂના ઇતિહાસ ને વાગોળે છે, પરંતુ જો આપણાં દેશ ના ઇતિહાસ ને જ જોવા જઈએ તો હજારો વર્ષો પહેલા પણ વિજ્ઞાન ના વિકાસ ની પરાકાષ્ઠા ની ઝાંખી દેખાય છે.

(શું આજથી હજારો વર્ષ પહેલા મનુષ્ય આ વિજ્ઞાનના ચક્રના અંતિમ પડાવ સુધી પહોંચ્યા  હશે? શું કોઈ એવી ઘટના બની હશે જેણે આ મનુષ્યના વિજ્ઞાનને અજ્ઞાનમાં પરિવર્તિત કરી નાખ્યું?)

Img 20210413 Wa0008

તો શું આજ થી હજારો વર્ષ પહેલા મનુષ્ય આ વિજ્ઞાન ના ચક્ર ના અંતિમ પડાવ સુધી પહોંચ્યા  હશે? શું કોઈ એવી ઘટના બની હશે જેણે આ મનુષ્યના વિજ્ઞાન ને અજ્ઞાન માં પરિવર્તિત કરી નાખ્યું?

આવતા મહિનાની બીજી તારીખ એ સમય છે જ્યારે આજ થી લગભગ 500 વર્ષ પહેલા દ વિન્શી નો સ્વર્ગવાસ થયો હતો. મોનાલીસા નામની વિશ્વ પ્રસિદ્ધ કૃતિ ના કર્તા એવા દ વિન્શી ફક્ત ચિત્રકાર જ ન ગણી શકાય. તેઓ એ પોતાના જીવનકાળ માં કેટલાય એવા ચિત્રો બનાવ્યા છે જે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મહત્વના ગણી શકાય. હા, તેમની કૃતિઓ ને ફક્ત એક ચિત્ર તરીકે જ ઓળખાણ મળી હતી પરંતુ જો દ વિન્શી ની નોટબૂક ને ધ્યાનપૂર્વક ચકાસવામાં આવી હોત તો ઘણા વૈજ્ઞાનિક ઉપકરણો તથા સંદર્ભો મળી શક્યા હોત. ભારત ના વેદ માં વર્ણવાયેલ વિજ્ઞાન પણ આજ રીતે અવગણાયું હતું. પરંતુ હવે આપણે આપણાં ભવ્ય ઇતિહાસ ને ફંફોળતા થયા છીએ.

દ વિન્શીના ચિત્રો અને વેદોમાં છુપાયેલ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ

દ વિન્શી ના ચિત્રો ફક્ત શરીરરચના જ નહીં પરંતુ આર્કિટેક્ચર અને એન્જિન્યરિંગ ક્ષેત્રે પણ પ્રેરણાદાયક છે. તેમના ચિત્રો માં અલગ અલગ પ્રકાર ના મેપ જણાયા હતા. આ મેપ સુરક્ષા માટે કાર્યરત સેનાઓ માટે ઉપયોગી છે. આ સાથે દ વિન્શી એ કેટલાય ઈજનેરી ક્ષેત્રે ઉપયોગી નમુનાઓ ચિત્રિત કર્યા હતા. ફરી વખત ઉલ્લેખ કરવા યોગ્ય છે કે આ બધુ જ આજ થી 500 વર્ષ પહેલા! ચિત્રકળા ક્ષેત્રે વધુ ને વધુ પારંગત બનવા દ વિન્શી એ એટલા સંખ્યાબંધ અવલોકોનો અને પ્રયોગો કર્યા કે જે આજે પણ વિજ્ઞાન ક્ષેત્રે ઉપયોગી થઈ શકે છે.

જો આપણાં વેદો ને તપાસીએ તો તેમાં પણ અથર્વવેદની શાળાસૂક્ત માં સિવિલ અને આર્કિટેક્ચર ક્ષેત્રે ના અભ્યાસ મળી આવશે. વેદિક સમય માં એવા પણ પુરાવા મળ્યા છે જેમાં એરોનોટિકલ એન્જિન્યરિંગ, મટિરિયલ સાઇન્સ, ધાતુવિદ્યા વિશે ના મૂળભૂત ખ્યાલો જોવા મળ્યા છે. આપણું પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે અતિવિકસિત હતું એ કહેવું કોઈ નવી વાત નથી. વર્તમાન સમય માં કેટલાય અભ્યાસ આ વિશે ની સાબિતી આપે છે. ખોદકામ માં મળી આવેલ ઘણી વસ્તુઓ તે સમય ના વિજ્ઞાન ની ભવ્યતા પુરવાર કરે છે. આ વસ્તુઓ આવી ચોકસાઇ થી બનાવેલી જણાય છે જે વિજ્ઞાન ના ભવ્ય વિકાસ વિના શક્ય નથી.

તો શું વેદિક સમય માં આ વિજ્ઞાન નું ચક્ર તેની પરાકાષ્ઠા એ પહોંચ્યું હશે? શું કોઈ એવી અજાણી ઘટના ના લીધે આ ચક્ર ફરી શૂન્ય થી શરૂઆત કરવા મજબૂર થયું હશે? કોઈ પણ ઘટના તેના અવશેષો જરૂર થી છોડે છે. પ્રાચીન સમય ના વિજ્ઞાન વિકાસ ના અવશેષો તો મળી આવે છે, પરંતુ આ પરાકાષ્ઠાએ થી શૂન્ય ભણી થયેલ ગતિ નું શું?

વિન્શી ના ચિત્રો તથા વેદોમાં છુપાયેલ શરીરરચના વિજ્ઞાન

દ વિન્શી એક ચિત્રકાર હતા. તેઓ સતત પોતાની કળા ને વધુ ધારદાર બનાવવા કાર્યરત હતા. આ કારણે તેઓ અલગ અલગ પ્રકાર ના અભ્યાસ દ્વારા બારીક ચિત્રકામ કરતાં રહેતા. તેમની એક અંગત નોટબૂક માં સંખ્યાબંધ સ્કેચ મળી આવ્યા હતા. આજ થી 500 વર્ષ પહેલા દ વિન્શી એ શરીર ની રચના ને પોતાના ચિત્રો માં આલેખિત કરી હતી! અને આ કોઈ સામાન્ય ચિત્રકળા નહોતી. તેમની અંગત નોટબૂક માં દોરેલ ચિત્રો તેમને શરીર ના એક ઊંડા અભ્યાસકર્તા સાબિત કરી શકે! શરીર ની બાહ્ય રચના તો ચિત્રિત કરી શકાય પરંતુ આજ થી 500 વર્ષ પહેલા દ વિન્શી એ શરીર ની આંતરિક રચના પોતાની નોટબૂક માં ટપકાવી હતી!

જો હજુ થોડા ઊંડાણ માં જઈએ તો ભારત ના અથર્વવેદ ના એક ભાગ આયુર્વેદ માં પણ મનુષ્ય ની શરીરરચના વિશે અતિ ઊંડાણ માં તથ્યો વર્ણવાયા છે. આપણે સહુ જાણીએ જ છીએ કે મહર્ષિ સુશ્રુત એ સર્જરી માં પારંગત હતા. તેમને પોતાની સુશ્રુતસંહિતા માં શરીર ની રચના નું વિજ્ઞાન વર્ણવ્યું છે. આ સાથે મહર્ષિ ચરક પણ આયુષવિજ્ઞાન માં પારંગત હતા. તેમના અવલોકોનો અને શોધખોળો ચરકસંહિતા માં જોવા મળે છે. આજે પણ બનારસ યુનિવર્સિટી માં આ વિજ્ઞાન નું શિક્ષણ અપાય છે. આ વિજ્ઞાન એટલુ વિકસિત હતું કે સુશ્રુતસંહિતા માં મનુષ્ય શરીર ની સર્જરી કરવા માટે અલગ અલગ સાધનો નું પણ વર્ણન છે. ભારત ના આ સમય માં મનુષ્ય ના મૃત શરીર ને કામ માં લેવા માં આવતું. તે સમયે ઝેર દ્વારા મૃત્યુ પામેલ, દીર્ઘકાલીન રોગીષ્ઠ શરીર કે 100 વર્ષ સુધી જીવિત રહેલ શરીર ને ધાર્મિક કારણો ના લીધે અભ્યાસ માં ઉપયોગ માં નહોતું લઈ શકાતું. પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કહી શકાય કે ઉપર દર્શાવેલ પરિસ્થિતી નું માનવ શરીર અભ્યાસ માટે યોગ્ય નથી!

આપણાં ઇતિહાસ ના આ પુસ્તકો કે ચિત્રો વિશે એક તથ્ય ખૂબ રસપ્રદ છે. દ વિન્શી એ ડાબા હાથ થી લખતા. તેમની નોટબૂક માં ચિત્રો સાથે અમુક અવલોકોનો લખેલા છે. આ અવલોકનો વાંચવા મુશ્કેલ પડે છે. કારણ? તેમને જમણી બાજુ થી લખવાની આદત હતી. તેઓ ના દરેક લખેલ વાક્યો ઉંધા વંચાય છે. ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે તેઓ મિરર ઇમેજ ઢબે લખી શકતા અને મોટા ભાગે તેવી રીતે લખવા તેમને સરળતા લાગતી. ભારત ના ભવ્ય ઇતિહાસ ની ધરોહર સમા વેદ પણ એક જટિલ ભાષા એવી સંસ્કૃત માં લખાયા છે. ભારત માં વેદ ને ધર્મ સાથે સાંકળવા માં આવે છે. આ કારણે એક મોટા સમય સુધી વેદ ના વૈજ્ઞાનિક પાસા વિશે કોઈ અભ્યાસ થયો નહોતો.

 

વાઇરલ કરી દો ને

દ વિન્શી તેમની નોટબૂક માં વૈજ્ઞાનિક ચિત્રો દોરતા હતા. અમે તો નોટબૂક ના છેલ્લા પાને વિચિત્ર લીટોળા કરતાં હતા!

તથ્ય કોર્નર

 બહુ ઓછા લોકો ને જાણ હશે કે ઋગ્વેદ માં સ્પેસ ટ્રાવેલ ને લગતી થિયરી નું પણ

વર્ણન છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.