ઘોર કળિયુગ !!! સગીરે ૪ વર્ષની બાળકીને કારખાનાની ઓરડીમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેર માં હત્યા કરવી,ચોરી કરવી, દુષ્કર્મ આચર્વું જાણે હવે સામાન્ય બની ગયુ હોય તેવું લાગે છે. શહેર દરરોજ અઢળક ક્રાઈમ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ જીલ્લાના શાપર ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુંની ઘટના સામે છે.

મળતી માહિતી અનુસાર માસૂમ બાળકીને કારખાના ની ઓરડી માં લઈ જઈ ને દુષ્કર્મ આચર્યું.હાલ બાળકીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ બનાવની ગંભીરતા સમજીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ કરનાર સગીર વયના આરોપી ને ઝડપી લીધો હતો.