Abtak Media Google News
ભેંસાણ: ખંભાળીયાના વિકલાંગ યુવકે  ભાભીને હવસનો શિકાર બનાવી
ભાઈ-ભત્રીજાને મારી નાખવાની ધમકી આપી ચાર વર્ષ સુધી આચર્યું કૃત્ય

જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામે દેર – ભોજાઈ ના પવિત્ર સંબંધને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં સગા દિયરે પોતાની ભાભીને ધમકી આપી, સતત ચાર વર્ષ સુધી વાસનાનો શિકાર બનાવી હોવાની પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આ લંપટ, નારાધમ શખ્સને જબે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધોમાં શરમથી માથું ઝૂકી જાય તેવી આ ઘટનાની વિગતો અનુસાર, ભેસાણના ખંભાળીયા ગામે રહેતી પરિણીતને સગા દિયર હરેશ  જીવરાજભાઇ રાંક એ   પતિ તેમજ દિકરાને મારી નાખવાની ધમકી આપી, છેલ્લા ચારેક વર્ષથી આજદિન સુધી મહિલાની ઇચ્છા વિરુધ્ધ બળજબરીથી અવાર નવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો, ત્યારે આ નરાધમના માનસિક અને શારીરિક ત્રાસથી ત્રસ્ત થયેલ પીડિતાએ અંતે ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે દેર – ભોજાયના પવિત્ર સંબંધને કલંકિત કરનાર હરેશ રાંક સામે ગુન્હો નોંધી, ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી હરેશ રાંક અને તેના ભાઈ – ભાભી એક જ ફળિયામાં રહેતા હોવાનુ તે સાથે આરોપી દિયર કુંવારો હોવાનુ અને અપંગ જેવો હોવાનુ સામે આવ્યું છે, ખંભાળિયા ગામેથી પ્રકાશમાં આવેલી આ શરમજનક અને કલંકિત ઘટના બાદ સર્વત્ર આરોપી સામે ફિટકાર વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.