ઉના પંથકની યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાં બાદ જન્મ આપેલા પ્રિમેચ્યોડ બાળકનું મોત

અબતક,રાજકોટ

ઉના પંથકની અને રાજકોટ નજીક આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી પર તેના કૌટુંબીક કાકાએ બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં યુવતીએ પ્રિમોચ્યોડ બાળકને જન્મ આવતા જ તેનું મોત નિપજયું હતુ. જેથી ઉના પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી જે હોસ્ટેલમાં રહેતી હતી અને તેને ગઈકાલે પેટમાં દુ:ખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તબીબોએ તપાસ કરતા યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું માલુમ પડયો હતો.

કૌટુંબીક કાકાએ બળાત્કાર ગુજાર્યાના આક્ષેપથી પરિવારમાં ખળભળાટ

જેથી બનાવની ઉના પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતુ કે ભોગ બનનાર યુવતીએ પાંચ માસ પૂર્વે તેના વતનમાં હતી ત્યારે તેના કૌટુંબીક કાકાએ બળજબરી પૂર્વક અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતુ જેથી ગર્ભ રહી ગયો હતો.જેના આધારે ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.