Abtak Media Google News
  • રજાઓમાં ભારે ભીડ રહ્યા બાદ રવિવારે સાંજે અંદાજે 500 જેટલા લોકો પુલ ઉપર હતા ત્યારે એકાએક પુલના બે કટકા થઈ ગયા
  • મોટી દુર્ઘટના સર્જાવા પાછળ છુપાયેલા આ સવાલો : તંત્ર તેનો ઉત્તર આપી શકશે?
  •  પુલનું સંચાલન કરતી કંપનીએ કામ કઈ એજન્સીને આપ્યું?
  • ગુણવત્તાની ખાતરી કરી કે નહીં ?
  •  પુલની કેપેસિટી કેટલી?
  • વધુ લોકોને જતા રોકવાની જવાબદારી કોની?
  • પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું અમને જાણ કર્યા વગર જ ઝૂલતો પુલ ખુલ્લો મૂકી દીધો, પણ પાલિકા જાતે પણ આ મામલે તપાસ કરી શકતી હતી ને? અનેક વિભાગોની અલગ અલગ જવાબદારી છે આ વિભાગો ઊંઘતા હતા કે શું?
  • ઝૂલતા પુલનું મેનેજમેન્ટ સાંજે 4:30 થી 6 સુધી જેટલા લોકો આવ્યા તેને ટીકીટ આપતું જ ગયું?
  • પુલ ઉપર કેટલો સમય રહેવું તેની કોઈ સમય મર્યાદા હતી?

Screenshot 1 36

રવિવારનો દિવસ મોરબી માટે જાણે ગોઝારો બન્યો હોય તેમ સાંજે ઝૂલતો પુલ તૂટતા મોતનું માનવસર્જીત તાંડવ સર્જાયું હતું. જેમાં 140થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત  આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. રવિવારની સાંજે અંદાજે 6 વાગ્યે ઝૂલતો પુલ તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ડૂબ્યા હતા.

01 1667138674

ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. એક પછી એક નીકળતી લાશ અને એમ્બ્યુલન્સના સાયરનથી મચ્છુ ઘાટ ઉપર કાળજું કપાવી  દેનારો સન્નાટો છવાયો હતો. આસપાસના લોકો અને ઘરે ન આવેલા લોકો પોતાના સ્વજન શોધખોળ બાદ અહીં આવતા મૃતદેહો હાથ લાગતા કલ્પના કરતા પણ ધ્રુજારી છૂટી જાય એવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

02 1667138331

મચ્છુ નદી ઉપરનો પુલ તૂટી પડ્યા બાદ આ તરફ મચ્છુ ઘાટ ઉપર આવેલ શીતળા માતાના  મંદિર અને મકરાણી વાસના લોકો સૌપ્રથમ નદી અંદર દોડી ગયા હતા અને જેટલા લોકો હાથ લાગ્યા તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે અહીં આજુબાજુમાં રહેતા તરવૈયાઓ ઘટના બનતા તુરત જ તેની મેળે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને કોઈ સાધન વગર અનેક લોકોને જીવના જોખમે બચાવ્યા હતા. હજુ ઘણા લોકો નદીમાં ડૂબેલા હોય લશ્કરી દળ,

01 1667137863

એનડીઆરએફની ટીમ સહિતની અનેક ટિમો દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને જેમ જેમ નદીમાં ડૂબેલા લોકો હાથ લાગે તેમ તેમ બોટ મારફત મચ્છુ ઘાટ દરબાર ગઢ પાસે લેવવવામાં આવે છે. ત્યાં ફરજ પર તૈનાત ડોક્ટરો દ્વારા તપાસીને મૃત જાહેર કરતા વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું છે. આસપાસના લોકો તેમજ ઘરે પરત ન આવેલા પોતાના સ્વજનને શોધવા આવેલા લોકો જેમ જેમ બોટ મારફતે મૃતદેહોને ઘાટ ઉપર લવાતા પોતાના કોઈ સ્વજન છે કે કેમ તેની ઉચાટ મને તપાસ કરી રહ્યા છે. જેવી ઓળખ મળે કે તુરત જ કરુણ કલ્પાંત સર્જાઈ છે. મચ્છુ હોનારત જોઈ ચૂકેલા અહીંના ઘણા વડીલો અડધી રાત્રે પણ જાગીને પોતાની સાથે વીતેલી અગાઉની મચ્છુ જળ હોનારત તાજી થતા આંખે આસું વહેવા લાગે છે.

ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મેઇન્ટનન્સ, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ

Unnamed File

સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા  ઝૂલતોપુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે આઇપીસી કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત, એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ, મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝૂલતા પુલ ઉપર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મૃત્યુ નીપજવાનો તથા શારીરીક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં, સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવુ જાણતા હોવા છતા આ બ્રીજ તા.26ના રોજ ખુલ્લો મુકેલ જેના કારણે ઉપરોકત દુ:ખદ ઘટના બનવા પામેલ હોવાનું જણાવી સપરાધ મનુષ્યબ્ધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે અને વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

આ દુર્ઘટના એકટ ઓફ ગોડ નહિ, મેન મેઇડ ટ્રેજડી છે!!

આ દુર્ઘટના એકટ ઓફ ગોડ નહિ, એકટ ઓફ ફ્રોડ એટલે કે મેન મેઇડ ટ્રેઝડી છે. તો એક પણ વિભાગે કે કંપનીએ પોતાનું કામ બરાબર રીતે કર્યું હોત તો કદાચ મૃત્યુ પામેલા સેંકડો લોકો આજે હયાત હોત. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. એક તરફ એક- બે દિવસમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શકયતા સેવાઈ રહી છે. તેવામાં આ દુર્ઘટનાની અસર ચૂંટણી ઉપર થશે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે.

સરકાર દ્વારા તપાસ માટે 5 સભ્યોની સીટની રચના

ઝૂલતો પુલ તૂટતા જે દુર્ઘટના સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્રારા આ ઘટનાની તટસ્થ તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીતિમાં 5 સભ્યોની ટિમ ઘટના અંગે તપાસ કરી બાદમાં સરકારને રિપોર્ટ સોંપશે. આ સમીતિમાં રાજકુમાર બેનીવાલ- મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર,  કે એમ પટેલ- ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, ડો. ગોપાલ ટાંક- એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, સંદીપ વસાવા -સચિવ માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી -આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.