બોટાદમાં લઠ્ઠાકાંડમાં મોતનો તાંડવ: કેમિકલ યુક્ત દારૂ પીવાથી 25ના મોત

ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટના બોટાદમાં ગઈકાલે સાંજે બની હતી જેમાં ઝેરી દારૂ પી જવાથી ૧૦ના લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. ત્યારે આ મૃત્યુ આંક વધીને ૨૫ થયો છે. હાલ ૩૨ લોકો સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી કેમિકલ સપ્લાય થયો હોવાનું એટીએસ સૂત્રોનું કહેવું છે.

મળતી માહિતી મુજબ આ ઘટના સોમવારે બપોરે બાદ બની હતી. આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. માર્ચ 2022માં રોજીદ ગ્રામ પંચાયત દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખાયો હતો. જેમાં રોજીદ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે માગણી કરી હતી. આ કથિત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરવામાં આવી છે.

આરોપી જયેશે આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતુ. આરોપી દારૂ બનાવનારનો સગો થાય છે. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લાવવાવમાં આવ્યું હતું. ATS, ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી હતી.

આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે SPનો ખુલાસો

બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં બોટાદ SPએ મોટો ખુલાસો કાર્યો છે. ચોરીનું કેમિકલ વપરાયા હોવાનો દાવો કર્યો છે. હાલ મૃત્યુ આંક 25 છે અને હાલ 32 લોકો સારવાર હેઠળ છે.

બોટાદ SP ની સૂચના બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી મેડીકલ ટીમ ICU એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી.તો સંભવિત લઠ્ઠાકાંડની શક્યતાને પગલે નાયબ કલેકટર, પ્રાત અધિકારી અને મામલતદાર (Collector) રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા હતા

બોટાદ પોલીસ પાસે હર્ષ સંઘવીએ માગ્યો જવાબ

આ મામલો ગુજરાતમાં વધુ બીચકાયો છે. બોટાદ જિલ્લાની આ ઘટનાના પ્રત્યાઘાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે. મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.

બોટાદની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે વ્યક્ત કર્યું દુ:ખ

ખૂબ જ દુઃખની વાત છે કે ગુજરાતમાં ઝેરી દારૂના કારણે 23 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલમાં છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું.