Abtak Media Google News

રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં નિયમ-૪૪ હેઠળ કરી મહત્વની જાહેરાત

જે બાળકોનું સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં  કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામુલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

અગાઉ આવા લાભાર્થી પાસેથી  કુલ ખર્ચના 10% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

એક પ્રોસેસર બદલવા અંદાજીત રૂપિયા ૫ લાખનો ખર્ચ થાય છે

આ વર્ષે પ્રાથમિક તબક્કે રાજ્યના અંદાજીત 700 જેટલા બાળકોને રૂ. 35 કરોડના ખર્ચે પ્રોસેસર બદલી આપવામાં આવશે.

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ  રૂ. 7 લાખ જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3163 બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે અંદાજીત રૂ. 221 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.