Abtak Media Google News

અબતક, ઋષિ મહેતા, મોરબી

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી તે ઉપરાંત સિંચાઈના પ્રશ્નો મામલે પણ રજૂઆત કરી હતી. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને અન્યાય જ કરવામાં આવતો હતો હજુ ખેડૂતોના જુના વીમા પણ મળેલ નથી યોજનાની જોગવાઈ મુજબ ૩૧ ઓગસ્ટ સુધીમાં જો સતત ૨૮ દિવસ વરસાદ ના થાય અને પાકને નુકશાન થાય તો સહાય ચુકવવાની જોગવાઈ છે જેથી મોરબી જીલ્લાના તાલુકાઓમાં ૩૫ દિવસ સુધી વરસાદ થયેલ નથી અને પાકને નુકશાન થવા પામેલ છે જેથી સંબંધિત વિભાગને સુચના આપીને સહાય ચુકવવા યોગ્ય કરવું. તે ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં નર્મદા કેનાલમાં પાણીનો વેડફાટ અટકાવવા જવાબદાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે, મચ્છુ ૩ ડેમ સિંચાઈ આધારિત બનાવેલ છે.

હાલ અન્ડર ગ્રાઉન્ડ કેનાલનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે તો પાણી કેનાલ મારફત છોડી સકાય તેમ નથી સંગ્રહ કરેલ પાણીનો જથ્થો પીવાલાયક ના હોવાથી મચ્છુ ૩ ડેમના નીચેના વિસ્તારમાં ગામોને સિંચાઈ માટે નદી દ્વારા ખેત તલાવડી ચેકડેમ અને તળાવ દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી છે જો ખેડૂતોના પ્રશ્ને યોગ્ય ના કરાય તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.