ભાગેડુ જાહેર કરેલા શરીફની શરાફતની ધજીયા ઉડી

કોર્ટોનો પણ નાપાક ઈરાદો!

અનેક વખત સમન્સ છતાં હાજર ના થયેલા નવાજને ગુન્હેગાર જાહેર કરાયા

ઇસ્લામાબાદ હાઇકોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની કોર્ટમાં સતત હાજર ન રહેવા અંગે કડક વલણ અપનાવ્યું હતું અને બુધવારે તેમને ગુનેગાર જાહેર કર્યા હતા. આ નિર્ણયથી તેઓ ભાગેડુ ગુનેગાર પણ ગણાશે. નવાઝ છેલ્લા કેટલાક મહિનાથી લંડનમાં રહે છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેમને ભ્રષ્ટાચારના બે ગુનામાં સજા સંભળાવી હતી. આ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોર્ટ સામે હાજર રહ્યા ન હતા.પાકિસ્તાન ઘણા સમયથી રાજકીય અંધાધૂંધીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનની હાલત હંમેશા ખરાબ થઈ છે. રાજકારણીઓનો અંત અતિ દયનીય રહ્યો છે. ભલેને તે ભુટ્ટો હોય શરીફ હોય કે અન્ય કોઈ વ્યક્તિ. આવી સ્થિતિમાં નવાજ શરીફના હાલ પણ હવાલ થશે તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં સૈન્યનું પલડું ભારે છે અને શરીફ અનેક વખત સૈન્યની સામે નિવેદન આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમને કોર્ટે પણ સજા ફટકારતા મામલો પેચીદો બન્યો છે.બુધવારે થયેલી સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયના ડિરેક્ટર યુરોપ મુબાશીર ખાન પણ હાજર થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે કોર્ટનો આદેશ લંડનમાં પાકિસ્તાની દૂતાવાસ મારફત નવાઝને પહોંચાડવામાં આવ્યો છે. છતાં પૂર્વ વડા પ્રધાન હજાર થવા તૈયાર નથી. જેથી બે ન્યાયાધીશોની બેંચમાં રહેલા જસ્ટિસ આમર ફારૂક અને જસ્ટિસ મોહસીને નવાઝને ગુનેગાર જાહેર કર્યા હતા.. આ બંને ન્યાયાધીશોએ અલ અઝીઝિયા અને અવેફિલ્ડના કેસમાં નવાઝને સજા પણ આપી હતી.

આ કેસની હવે પછીની સુનાવણી ૯ ડિસેમ્બરે થશે. આગામી સુનાવણીમાં નવાઝની પુત્રી મરિયમના આક્ષેપો અંગે ક્રોસ તપાસ કરવામાં આવશે. મરિયમ એવનફિલ્ડ કેસમાં પણ સામેલ છે જેમાં નવાઝને સજા આપવામાં આવી છે. હાલ તે જામીન પર બહાર છે. નવાઝ સારવાર માટે લંડન જવાના હતા. ત્યારબાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ૧૫ સપ્ટેમ્બરે નવાઝે કોર્ટમાં હાજર થવાની છૂટ માંગી. જો કે, આ અપીલ નામંજૂર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે નવાજ શરીફને પાકિસ્તાનની અદાલતે ભ્રષ્ટાચારના કેસમાં અનેક વખત મોકલ્યા હતા ૨૦૧૮માં પનામા પેપર કાંડમાં પણ શરીફ નું નામ ચમક્યું હતું