Abtak Media Google News

નીટ ૨૦૧૮ માટે વય મર્યાદામાં છુટછાટ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી સંગઠને નીટમાં મહત્તમ વય મર્યાદામાં છુટ આપવા માટે કરેલી અરજી પર નિર્ણય આપ્યો હતો. નીટમાં મહત્તમ વયમર્યાદા પર છુટ આપતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. મેડીકલના વિદ્યાર્થીઓના એક ગ્રુપે કરેલી આ અરજીમાં  સી.બી.એસ.સી. ના નિર્ણયને પડકારાયો હતો.

અરજીમાં જણાવ્યું હતું કે નીટની પરીક્ષમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વય મર્યાદા રપ વર્ષ કરી દેવી જોઇએ. જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી. સી.બી.એસ.સી. એ તા.૯ ફેબુ્રઆરીએ નીટની પરીક્ષાની પ્રવેશ પરીક્ષા માટે સુચના જાહેર કરી હતી. વર્ષ ૨૦૧૮ ની નીટની પરીક્ષાની યોગ્યતાની નીટ ૨૦૧૭ની યોગ્યતાથી અલગ રાખવામાં આવી હતી. જેમાં ન્યુનતમ વયમર્યાદા ૧૭ વર્ષ રાખવામાં આવી હતી. તા.૩૧ ડીસેમ્બર ૨૦૧૭ સુધી વિઘાર્થીની વય ૧૭ વર્ષ પૂરી થવી જોઇએ. એનો અર્થ એ થયો કે વિઘાર્થીનો જન્મ તા.૧ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ થયો હોવો જોઇએ. સામાન્ય વર્ગના વિઘાર્થીઓ માટે મહત્તમ વયમર્યાદા રપ વર્ષની રાખવામાં આવી હતી. જયારે એસ.સી. એસ. ટી. અને ઓ.બી.સી. તથા દિવ્યાંગ એકટ અતર્ગત આવતા વિઘાર્થીઓ માટે પ વર્ષની છુટ આપવામાં આવી હતી. આ છાત્રોએ તા.૬ મે ૨૦૧૮ સુધી રપ વર્ષ પૂરા કર્યા હોવા જોઇએ તેનાથી ઓછી ઉમરના વિઘાર્થીઓ નીટ ૨૦૧૮ માટે અરજી કરી શકે છે. નીટ ૨૦૦૭ ની તુલનામાં આ વર્ષે પ્રક્રિયામાં થોડા ફેરયાર પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.