સિસ્ટમની તાકાત ઘટી: સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર ઘટશે

રાજકોટ અને જૂનાગઢમાં અપાયેલા રેડ એલર્ટ વચ્ચે

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલું લો-પ્રેશર સાયકલોનીક સરકયુલેશનમાં ફેરવાતા નબળુ પડયું: ડિપ ડિપ્રેશન પણ વેલમાર્ક લોપ્રેશરમાં ફેરવાતા તાકાત ઘટી

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી 19મી  સુધી વરસાદ ચાલુ રહેશે: એનડીઆરએફ અને એસડીઆરએફની 20 ટીમો  તૈનાત

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા  મેઘરાજા હવે  વિરામ લે તેવી સંભાવના વર્તાય રહી છે. વરસાદી સિસ્ટમની તાકાત થોડી ઘટી જવા પામી છે. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથી વરસાદનું  જોર ઘટશે જોકે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય હોવાના કારણે અમૂક સ્થળે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય રાહ તઅને બચાવ કામગીરી માટે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં એનડીઆરએફ અને અસડીઆરએફની 20 ટીમો તૈનાત  રાખવામાં આવી છે. આજથી મહંદ અંશે આકાશ ખુલ્લુ થવા માંડશે અને વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગના સુત્રોનાં  જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું  લો-પ્રેશર હવે નબળુ પડી  ગયું છે. અને સાયકલોનીક સરકયુલેશનમાં ફેરવાય ગયું છે. જેના કારણે  સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં  આજથી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત ઓરિસ્સામાં ઉદભવેલું ડીપ ડિપ્રેશન જમીન પર આવી ગયું છે અને હાલ ઓરિસ્સા અને છતીસગઢ વચ્ચે છે. જે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને આગામી 48 કલાકમાં વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે અને તેની તાકાત ઘટી જશેે અને ઉતર દિશા તરફ આગળ વધશે સૌરાષ્ટ્ર  સહિત સમગ્ર ગુજરાતમાં હવે આગામી 48 કલાકમાં ભારે કે સાર્વત્રીક  વરસાદની  સંભાવના ખૂબજ નહીવત છે. વાતાવરણમાં  ભેજનું પ્રમાણ ખૂબજ વધુ હોવાના કારણે  લોકલ ફોર્મેશનના કારણે અમૂક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજથી મેઘરાજાનું  જોર ઘટશે અને આકાશ એકંદરે ચોખ્ખુ થવા માંડશે તડકો પણ નીકળેે તેવી સંભાવના છે.

જુનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની  દેવભુમી ઘ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના  વ્યકિત કરાય છે. 17 થી 19 સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તથા મોરબી, જામનગર, દેવભુમી ઘ્વારકા માં અતિ  ભારે વરસાદની સંભાવના રહેલી છે. કાલથી  તા.18 સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 18 અને 19 સુઘી બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ5રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ  જાય તેમ જણાવેલ છે.

ચાલુ વર્ષે અંદાજીત 82.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.12 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 96.82% વાવેતર થયેલ છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76,558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  52.85% છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,98,753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 71.53% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ 5ર કુલ-65 જળાશય, એલર્ટ 5ર કુલ- 05 જળાશય તેમજ વોર્નીગ 5ર-13 જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીરસોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. વઘુમાં ભટીંડા પંજાબથી આવેલ 05 ટીમ પૈકી 1-રાજકોટ, 1-પોરબંદર, 1-દેવભુમી ઘ્વારકા,2-જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. હવામાન વિભાગની બેઠકમાં આજે રાજકોટ, જૂનાગઢ અને વલસાડમા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.પરંતુ જે બે સિસ્ટમ સક્રિય  છે. જેની તાકાત સતત ઘટી રહી છે. જેના કારણે આજથી સૌરાષ્ટ્રમાં મેઘાનું જોર ઘટશે અને તડકો નીકળશે સીબી ફોર્મેશનના કારણે છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.