Abtak Media Google News

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અભિનયના જાદુના કારણે દેશભરમાં કરોડો લોકો તેમના ચાહકો છે. રજનીકાંતના ફ્રેન્ડસને તેમના જન્મદિવસની ઈંતજારી રહે છે. ત્યારે આગામી ૧૨ ડિસેમ્બરે તેમના જન્મદિવસ ઉપર એક આલ્બમ સોંગ તૈયાર થનાર છે. આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ નિમિતે તેમના જીવન ઉપર આધારિત એક આલ્બમ સોંગ બનાવવા માટે મ્યુઝિક ડાયરેકટર લાવન વિરલ અને ડાયરેકટર અક્ષય યાજ્ઞિક તેમજ મોરબીના અવી પટેલે સરહાનીય કમગીરી કરી રહ્યા છે.

આ ટીમ દ્વારા એક સુંદર મજાનું આલ્બમ સોંગ તૈયાર કરવામાં આવશે.જેમાં લીડ રોડ મોરબીનો મન પટેલ કરી રહ્યો છે ખાસ કરીને દેશભરના રજનીકાંતના કોરોડો ફેન્સ આ આલ્બમ સોંગ માણી શકે એ માટે તમિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં આલ્બમ સોંગ બનાવવાશે.

આલ્બમ સોંગના લોકશન માટે મોરબીની પસંદગી ઉતારવામાં આવી છે અને આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મચ્છુ માતાના મંદિર, દરબાર ગઢ, ઝૂલતા-પૂલ અને મણી-મંદિરે આ આલ્બમ સોંગનું હાલ શુટીંગ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.