Abtak Media Google News

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો – આજે સિદ્ધાંત દિનની ઉજવણી

સમર્પણ એઇન્વેસ્ટમેન્ટ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સમર્પણ નો વિરલ સંપ્રદાય છે.-પ.પૂ. મહંતસ્વામી મહારાજ

આજથીરોજ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા થશે સર્વરોગ નિદાન યજ્ઞ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૯ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગતગઈકાલેસમર્પણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

01 1         આજે પ્રાતઃપૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રાતઃઆશીર્વચનમાંજણાવ્યું હતું કે,‘એક દિવસ પણ સત્સંગ ચૂકાય તો કુસંગ પેસે છે. રોજ સત્સંગ કરવો, સત્સંગ વાંચન કરવું. નિયમિત જેમ શારીરિક ક્રિયા કરીએ છીએ તેમ નિત્ય સત્સંગ કરવો. ભગવાનમાં અડગ નિશ્ચય એ સત્સંગમાં મુખ્ય છે.’

પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો હતો. જેમાંપ.પૂ. મહંતસ્વામી મહારાજનાજીવનપ્રાણ સમા એવા શ્રી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણતુલા વિધિ કરવામાં આવી હતી. આ સુવર્ણતુલામાં પુરુષ-મહિલા સર્વ હરિભક્તોએ યથાશક્તિ સેવા કરી હતી અને પોતાની હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની ભાવોર્મિ અને ભક્તિ અદા કરી હતી.

1 98             સાયંસભામાં તમામ હરિભક્તોને આશીર્વચનમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે,‘સમર્પણ એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. માણસને જે કાંઈ પ્રાપ્ત થાય છે તે ભગવાનનું આપેલ છે અને તેમનું આપેલ જ તેમને પાછું આપવાનું છે,છતાં પણ જ્યારે તને,મને અને ધને સમર્પણની વાત આવે ત્યારે મન સંશય કરે છે. માટે સાચું સમર્પણ તે જ છે જે મન-કર્મ-વચને અને હૃદયની શુદ્ધ પવિત્ર ભાવનાથી કરવામાં આવે.સમર્પણથી સ્વયંશ્રીજી મહારાજ તમારા બધાના હૈયા સોનાના કરી દેશે અને મોક્ષની પ્રાપ્તિ આપણને શુદ્ધ પવિત્ર સંત તથા ભગવાન જ આપી શકે એમ છે.’ સાથો સાથ પ.પૂ. મહંતસ્વામી મહારાજ સમીપ દર્શનનો અદભુત લાભ પ્રત્યેક હરિભક્તોને સભાની અંદર પ્રાપ્ત થયો હતો. ૮૫ વર્ષની જૈફ વયે પણ પ.પૂ.સ્વામીશ્રીએ સતત એક કલાકથી પણ વધારે સમય બિરાજમાન થઈને છેલ્લામાં છેલ્લા હરિભક્તને પોતાના સમીપ દર્શનથી કૃતાર્થ કર્યા હતા.

3 61             પ.પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આજે સિધ્ધાંત દિન ઉજવવાઇ રહ્યો છે ત્યારે સાયંકાળે સભાદરમિયાન BAPS રાજકોટના શીશું તેમજ બાળકો દ્વારા ‘શીશુ શાસ્ત્રાર્થ’ ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ પ.પૂ.મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.

4 47             આજથી દરરોજ સ્વામીશ્રીનાં રોકાણ સુધી BAPS સ્વામિનારાયણ મંદિરે સર્વરોગ નિદાન યજ્ઞ યોજવામાં આવશે.જેની અંદર રાજકોટના ૫૫ જેટલા વિખ્યાત નિષ્ણાંત ડોક્ટર દ્વારા તબીબી નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.