Abtak Media Google News

કાલાવડનાં નવા માર્કેટ યાર્ડ ખાતે તા.૧૦ને ગુરુવારે સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકાના તમામ ખેતી સાથે સંકળાયેલા ખેડુત ભાઈઓને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્રએ અપીલ કરી છે.  આ સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારનો કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ), પૂનમબેન માડમ (સાંસદ, જામનગર), નયનાબેન પી.માધાણી (પ્રમુખ જિલ્લા પંચાયત-જામનગર), રાઘવજીભાઈ પટેલ (ધારાસભ્ય ગ્રામ્ય જામનગર), ચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્ય જામજોધપુર), પ્રવિણભાઈ મુસડીયા (ધારાસભ્ય કાલાવડ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.