રાજકોટને મિયાવાકી ફોરેસ્ટ અર્પણ: સી.એમ વિજયભાઈની ઉંમરના દિવસ તેટલા વૃક્ષોનું વાવેતર

અબતક, રાજકોટ

સિમેન્ટ કોન્ક્રીટ જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ છે.તેમ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે ર રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટનું રાજકોટવાસીઓને અર્પણ કરતા જણાવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ પોતાના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ઉપસ્થિત તમામનો આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો. ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમમાં મિયાવાંકી ફોરેસ્ટ બનાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.  આજે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયું તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે વૃક્ષના જંગલો બનાવવા એ આજના સમયની માંગ છે, કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ લોકોને સમજાયું છે. ત્યારે કુદરતી ઓક્સિજન મળે તે જીવન માટે અતિ આવશ્યક છે. રાજકોટમાં પાણીનો અભાવ, વૃક્ષોનો અભાવ જેવા પ્રશ્નો વચ્ચે મહાપાલિકા આ દિશામાં કામ કરી, આ મેણું ભાંગી નાખશે. મહાપાલિકામાં છેલ્લા 4 દાયકા કરતા વધુ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મહાનુભાવોએ સ્વ. અરવિંદભાઈ મણીઆરથી આજ સુધીના સુકાનીઓએ રાજકોટના વિકાસને વેગ આપ્યો છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ રસ્તા, ગટર, લાઈટ, પાણી સફાઈ ઉપર ધ્યાન આપીને રહેવાલાયક રાજકોટ, માણવાલાયક રાજકોટ, રંગીલું રાજકોટ એ વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના સહયોગથી બનાવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, શહેર ભાજપ-પ્રદેશના હોદેદારો દ્વારા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, કેતનભાઈ પટેલ તથા ચુનીભાઈ વરસાણી દ્વારા મુખ્યમંત્રીને મોમેન્ટો આપી, સ્વાગત સન્માન કર્યું હતું.

બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા મહેમાનોને પુસ્તકો આપી સ્વાગત કરેલ. આ કાર્યક્રમની આભારવિધિ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરી હતી. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના 65માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં 8358 ચો.મી. જગ્યામાં જુદા જુદા 6 બ્લોકમાં કુલ 23725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

મિયાવાકી ફોરેસ્ટ

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-1,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકારશ તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત 19-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં  વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે  ઘનિષ્ઠ  વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે ન્યુનત જગ્યાના  મહતમ ઉપયોગ કરી સ્થાનિકેના ફ્લોરા  ફોન્ના ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ  જગ્યામાં જન સહયોગ થકી જાપાનીઝ ટેકનોલોજી મુજબથી મિયાવાકી- થીમ આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ 2020માં અંદાજીત 1 એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની 111 જાતના અંદાજીત 9500 પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં  સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ તરફ્થી કરવામાં આવેલ છે.

 

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ 2 એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત 26000 વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ મિયાવાકી થીમ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-ઇ ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, ગ્રિન બેલ્ટ હેતુની અંદાજીત 153 એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી  મહાપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની 47 એકર જમીનમાં રામવન વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી 28 થી 36 વિવિધ જાતના અંદાજીત 60000 થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.