Abtak Media Google News

પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામાં કુલ રૂ.106.90 લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂ. 32 લાખના  એપ્રોચ રોડનું ખાતમુર્હુત, એ.ટી.વી.ટી2018-19ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂ.પાંચ લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના ટેક્ટર તથા અંદાજિત રૂ.74.04 લાખના ખર્ચે જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના સી.સી અને આર.સી. સીરોડનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.

Minp Shri Kunvarjibhai Bavaliya At Jasdan Vinchiya And Jasdan Dt. 20 12 2020 Rajkot 1
????????????????????????????????????

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈબાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે.જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય્ કેન્દ્ર, પીવાના શુઘ્ઘ પાણીની સુવિધા માટે સંપ, આર.સી.સીઅને પેવિંગબ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.

ખાતમૂર્હુત અને લોકાર્પણ પ્રસંગે ફુલઝર ગામના સરપંચ કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈડાભી, પ્રાંત અધિકારી પ્રિયાંક ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા, મામલતદાર આર.બી.ડાંગી સહિતના અગ્રણીઓ સોશ્યલ ડીસસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.