Abtak Media Google News

હરભજને બ્રાવોને તેની મનપસંદ એક્ટ્રેસ વિશે પૂછ્યું ત્યારે બ્રાવોએ સ્હેજ પણ રાહ જોયા વિના દીપિકાનું નામ લીધું

વેસ્ટઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. ઈંઙકમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલો બ્રાવો મેદાન પર પોતાની બોલિંગ અને આક્રમક બેટિંગની સાથે-સાથે મેદાન બહાર પોતાની ગાયકી અને સંગીત માટે પણ જાણીતો છે. તાજેતરમાં ઈજઊંના પોતાના સાથી ખેલાડી હરભજન સિંહના ટોક શોમાં બ્રાવોએ સ્વીકાર્યું કે, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઘણા વર્ષોથી તેના દિલમાં વસી ગઈ છે.

હરભજને બ્રાવોને તેની મનપસંદ એક્ટ્રેસ વિશે પૂછ્યું ત્યારે બ્રાવોએ સ્હેજ પણ રાહ જોયા વિના દીપિકાનું નામ લીધું. તેણે કહ્યું કે, જ્યારે ૨૦૦૬માં તે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવ્યો હતો ત્યારે તેણે ટીવી એડમાં પહેલીવાર દીપિકાને જોઈ હતી અને ત્યારથી તે દીપિકાને દિલ આપી બેઠો હતો.

બ્રાવોએ દીપિકાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે, હું તેને મળવા માગું છું પણ આ વખતે તેની સાથે વાત કરવા માગું છું અને આ મારા માટે સપનું સાકાર થવા જેવું હશે.

હરભજને પૂછ્યું કે, શું તેને વેસ્ટઈન્ડિઝમાં કોઈ બીજી દીપિકા ન મળી? આના જવાબમાં બ્રાવોએ કહ્યું કે, દીપિકા માત્ર એક જ છે અને તમે બીજી દીપિકા શોધી શકો નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.