Abtak Media Google News

હવે બ્રોન્ઝ મેડલ માટે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચેની સેમી-ફાઇનલમાં હારનાર ટીમ સામે થશે

ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે બેલ્જિયમે પુરુષોની હોકી સેમી-ફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું છે. હાફ ટાઇમ સુધી બંને ટીમ 2-2થી બરાબર પર હતી. આ મેચમાં ભારત એક સમયે 2-1થી આગળ હતું. આ પછી તેણે બેલ્જિયમમાં વધુ ચાર ગોલ કર્યા. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ તરફથી ત્રણ ગોલ કરાયા હતા. હાલનાં વર્ષોમાં ભારતીય હોકી ટીમ માટે ઓલિમ્પિકમાં બેલ્જિયમનો સામનો કરવો મુશ્કેલભર્યો રહ્યો છે.

બેલ્જિયમે 2012ની લંડન ઓલિમ્પિકમાં ભારતને 3-0થી અને 2016 રિયો ઓલિમ્પિકમાં 3–1 થી હરાવ્યું હતું. લંડનમાં બંને ટીમો પૂલ સ્ટેજમાં ટકરાઇ હતી, જ્યારે બંનેએ રિયોમાં ક્વાર્ટર ફાઇનલમાં સામનો કર્યો હતો. હવે બ્રોન્ઝ મેડલ માટે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચેની સેમી-ફાઇનલમાં હારનાર ટીમ સામે થશે. જો ભારતીય ટીમ એ મેચ જીતે તો 41 વર્ષો પછી પુરુષ હોકી ટીમને ઓલિમ્પિક મેડલ મળશે. એ મેચ 5 ઓગસ્ટના રોજ રમાશે.

ટીમ ઇન્ડિયાએ 15 મિનિટના પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી. બંને ટીમે આક્રમક હોકી રમી અને વારંવાર વળતો હુમલો કર્યો. જોકે ભારતીય ડિફેન્સ સામે બેલ્જિયમનું એકપણ ચાલ્યું નહીં.બીજા ક્વાર્ટરમાં બેલ્જિયમનું વર્ચસ્વ રહ્યું. બેલ્જિયમને આ ક્વાર્ટરમાં સતત 3 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેઓ એમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. આ પછી 19 મી મિનિટમાં તેને બીજો કોર્નર મળ્યો. હેન્ડ્રિક્સે તેના પર ડ્રેગ ફ્લિક સાથે ગોલ કર્યો હતો. ભારતીય ટીમને આ ક્વાર્ટરના અંત પહેલાં જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હરમનપ્રીત સિંહ ગોલ ચૂકી ગયો. ટીમ ઇન્ડિયા આ તેનો ચોથો પેનલ્ટી કોર્નર હતો.

ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમે સારી શરૂઆત કરી હતી. હેન્ડ્રિક્સે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો ત્યારે તેણે 49મી મિનિટે ગોલ કર્યો હતો. બેલ્જિયમને બેક-ટુ-બેક 3 પેનલ્ટી કોર્નર મળ્યા. બેલ્જિયમને 53મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. હેન્ડ્રિક્સે આ તકનો સંપૂર્ણ લાભ લેતાં બેલ્જિયમની લીડને મજબૂત કરી હતી. બેલ્જિયમે છેલ્લી મિનિટમાં કાઉન્ટર અટેકમાં ગોલ કરીને મેચ જીતી લીધી હતી.

કુસ્તીબાજ સોનમ મલિકને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો

ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી. જો મંગોલિયન કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે તો સોનમને રિપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે.19 વર્ષની સોનમ મેચની શરૂઆતમાં આગળ ચાલી રહી હતી, પરંતુ બોલોરતુયાએ ફરી વાપસી કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. મંગોલિયન કુસ્તીબાજને 2 ટેકનિકલ પોઈન્ટ મળ્યા હતા. છેલ્લી થોડી સેકંડમાં પોઈન્ટ સ્કોર કરવાના આધારે અને એકસાથે વધુ પોઈન્ટ સ્કોર કરવાના આધારે તેણે જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.