Abtak Media Google News

મેરિકોમનું ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું તૂટ્યું!!

મેરીએ જેને અગાઉ ૨ વાર હરાવી હતી તેણે ૩-૨થી મેચ જીતી લીધો!!

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન સ્ટાર બોક્સર એમસી.મેરીકોમ હારીને મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેરીકોમને ૫૧ કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી. પહેલા રાઉન્ડમાં વેલેંસિયાના પક્ષમાં ૫માંથી ૪ જજોએ નિર્ણય સંભળાવ્યો હતો. વળી બીજા રાઉન્ડમાં ત્રણેય જજોએ મેરીકોમને બેસ્ટ પ્રદર્શન કર્યું હોવાની જાણ કરી હતી. મેરીકોમને ત્રીજા રાઉન્ડમાં વેલેંસિયાએ ૩-૨ થી હરાવી મેચ જીતી લીધી હતી. વેલેંસિયા ૨૦૧૬રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ હતી.

મેરીકોમ આની પહેલા ૨ વાર વેલેંસિયાને હરાવી ચૂકી છે. પરંતુ આ ઈવેન્ટમાં ૩૮ વર્ષીય ઈન્ડિયન બોક્સર રસાકસી ભરી મેચમાં હારી ગઈ હતી.

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમનું મેડલ જીતવાનું સ્વપ્ન સાકાર થયું નહીં. તે ૬ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. પરંતુ મેરિકોમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મેરી કોમ નિવૃત્તિ જાહેર કરે તેવી પણ વાતો વહેતી થઈ છે.

મેરીકોમ ઓલિમ્પિકમાં મેડલ ન જીતી શકી હોવાથી બોક્સિંગમાંથી સન્યાસ લઈ શકે છે. એણે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વેલેંસિયા ૨૦૧૬ રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ રહી ચૂકી હતી. મેરીકોમ ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર-ફાઇનલમાં વેલેંસિયાને હરાવી ચૂકી છે. કોલંબિયન બોક્સરની મેરીકોમ સામે આ પહેલી જીત રહી છે.

મેરી કૉમે જણાવ્યું હતું કે, જે રીતે આખો મેચ ચાલ્યો. મેં ૩ માંથી ૨ રાઉન્ડ જીતી લીધા. રાઉન્ડ સમાપ્ત થયા બાદ હું ખૂબ જ ઉત્સાહમાં હતી. મને ખાતરી હતી કે, હું મેચ જીતી ચુકી છું. ત્યારબાદ અચાનક મેં મારા કોચનો ચહેરા પર નિરાશા જોઈ તો મને આશ્ચર્ય થયો. ત્યારે રેફરી દ્વારા પ્રતિસ્પર્ધકનો હાથ ઊંચો કરાયો તે બાબતનો મને વિશ્વાસ જ થયો નહીં.

ટાસ્ક ફોર્સ દ્વારા શા માટે આવો નિર્ણય લેવાયો?: મેરી કોમ

મેરી કૉમે મેચ બાદ પીટીઆઈ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આ નિર્ણયને સમજી સ્કી જ નથી. ખબર નહીં ટાસ્ક ફોર્સ અને ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીને શું થયું છે. હું પણ અગાઉ ટાસ્ક ફોર્સની સભ્ય રહી ચુકી છું. મેં પણ અગાઉ અનેક મેચોમાં કોઈ સાથે અન્યાય ન થાય તેના માટે સલાહ આપી છે ત્યારે મારા મેચ અંગે ટાસ્ક ફોર્સ દ્વારા શા માટે આવો નિર્ણય કર્યો તે મને ખ્યાલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.