Abtak Media Google News

Table of Contents

સંરક્ષણ માટે ઉદ્યોગ ઉભો કરવા માટે સરકારે લાઇસન્સ માટેની માન્યતા અવધિ 3 વર્ષથી વધારી 15 વર્ષ કરી છે, તે ઉદ્યોગો માટે પ્રોત્સાહનરૂપ છે

ચાલુ નાણાકીય વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે 19 હજાર કરોડ રૂપિયાના નિકાસ કરવાનો સરકારનો લક્ષ્ય, જ્યારે વર્ષ 2025માં 35 હજાર કરોડનો લક્ષ્ય નિર્ધારિત કરાયો

હવે પછીનું યુદ્ધ સીમા સુધી સીમિત નહીં રહે: રિટાયર્ડ કર્નલ સંજયભાઈ ડઢાણીયા

ભારત 70 ટકા સંરક્ષણ સાધનોની આયાત કરે છે, જે નિર્ભરતાને દૂર કરવું જરૂરી છે

સંરક્ષણ ક્ષેત્રે પ્રોટોટાઈપ બનાવનાર ઉદ્યોગોને સરકાર 70 ટકા સબસીડી આપે છે

ભારત દેશ હરહંમેશ સરક્ષણ ક્ષેત્રે પોતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે વધુ ને વધુ નિકાસ ઉપર લક્ષણ ક્ષેત્રે ભારત આગળ આવે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ ને પણ અમલી બનાવવા માટે સરકાર દ્વારા ઘણી ખરી મહેનત અને સહાય પણ કરવામાં આવે છે. આતા કે રાજકોટના આંગણે લઘુ ભારતી દ્વારા ડિફેન્સ ઉપયોગી ઉપકરણો મહત્વતા માટે એક જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રાજકોટના ઉદ્યોગકારો માટે પણ આ એક ઉત્તમ તક સાંપડી છે. ઉદ્યોગ માટે નવા દ્વાર પણ ખુલ્યા છે. રાજકોટના ઉદ્યોગકરોની મહેનતના પગલે અનેક ચીજ વસ્તુઓ બનાવવા માટે ઇજારો પણ ભોગવે છે. બીજી તરફ વિદેશમાં પણ રાજકોટ અને સૌરાષ્ટ્રનું મહત્વ અનેરું છે. ડિફેન્સ ક્ષેત્રે ભારત પાસે ઉત્તમ તક છે. હાલના સમયમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે 50 ટકા આયાત રસિયાથી કરવું પડી રહ્યું છે. જે ન થાય માટે આત્મનિર્ભર ભારત અભિયાનની મુહિમ તેજ બનાવવામાં આવ્યું છે. 19 હજાર કરોડનો ડિફેન્સ માટે નિકાસ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

જ્યારે વર્ષ 2025માં 35 હજાર કરોડ રૂપિયાના ડિફેન્સ ઉપકરણોનો નિકાસ માટે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આર્મીના રિટાયર્ડ કર્નલ સંજયભાઈ દઢાણીયાએ પણ જણાવ્યું હતું કે, આઝાદી બાદ આજદિન સુધી જેટલા હુમલા થયા તેમાં 40 હજાર જવાનો શહીદ થયા છે  જેમની શહીદી ભૂલી ન શકાય. હવે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગકારો માટે નૈતિક જવાબદારી છે. અને દેશ માટે હવે હથિયાર બનાવવાનો સમય આવી ગયો છે. અને આત્મનિર્ભર ભારત બનાવાનું છે. વધુમાં તેઓએ કહ્યું કે હવેનું યુદ્ધ સીમા સુધી સીમિત નહીં રહે.

આર્મીના રિટાયર્ડ મેજર જનરલ અશોક કુમારે જણાવ્યું હતું કે, ભારત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, માત્ર ડિફેન્સ ક્ષેત્રે જ ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે. જરૂરી એ પણ છે કે ઉદ્યોગકારોને સાચી વાત જાણવા મળે. સંરક્ષણ ક્ષેત્રે ઉદ્યોગકારોને 90 ટકા નફો મળી શકશે જો યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો. ડિફેન્સ અને સ્પેસ માટે આત્મનિર્ભરતા હોવી હવે જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 70 ટકા સંરક્ષણ સાધનોની આયાત કરવામાં આવે છે ત્યારે આ નિર્ભરતાથી દુર થવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. સરકાર સંરક્ષણ ક્ષેત્રે પ્રોટોટાઈપ બનાવનાર ઉદ્યોગોને  70 ટકા સબસીડી આપી પ્રોત્સાહિત પણ કરે છે.

રાજકોટમાં ડિફેન્સ અંગે એસોસિએશન બને તે  અત્યંત હિતાવહ: અરવિંદ સિંહ (રિટાયર્ડ બ્રિગેડિયર)

ઇન્ડિયન આર્મી ના રિટાયર્ડ બ્રિગેડિયર અરવિંદસિંહ વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ડિફેન્સ અંગે જો એસોસિએશન બનશે તો તેના અનેક ફાયદાઓ સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગકારોને થશે એટલું જ નહીં હાલ સરકાર જે રીતે અર્થ વ્યવસ્થા ને ઝડપભેર વિકસિત કરવા માટે કાર્ય હાથ ધરી રહી છે તેમાં ડિફેન્સ નું મહત્વ અનેરુ હશે. આ સેમિનાર ના આયોજનથી ઉદ્યોગકારોએ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે તેઓ વધુને વધુ ડિફેન્સ ક્ષેત્રે આગળ આવે અને પોતાનું કલા અને કૌશલ્ય ઉજાગર કરી દેશના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવે.

ડિફેન્સ સેમિનાર થકી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો મળશે: હંસરાજ ગજેરા

લઘુ ભારતી સાથે જોડાયેલા હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આયોજિત થયેલા ડિફેન્સ સેમિનારથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો મળશે. હાલના સમયમાં જરૂરી એ છે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગકારો આ ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરે એટલું જ નહીં આ ઉદ્યોગને વિકસિત બનાવવા માટે મહેનત પણ કરતા રહે.

હાલ ભારતનું 70% નિકાસ રશિયા થી કરવામાં આવે છે જે ભારત માટે હવે સૌથી મોટો પડકાર બન્યો છે ત્યારે આત્મનિર્ભર ભારતની સાથોસાથ મેક ઇન ઇન્ડિયા યોગકારો વધુ પ્રોત્સાહન આપે એ જરૂરી છે જેના માટે સરકાર ખૂબ સારા પ્રયત્નો પણ કરી રહ્યું છે અને આ ઉદ્યોગ સાથે જોડાવામાં આવતા ઉદ્યોગકારોને અનેકવિધ રીતે પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.